News of Wednesday, 2nd September 2026
આધેડના ૫૦ હજાર સેરવી લેનાર રિક્ષાગેંગનો ધનજી ઉર્ફે ધનો પકડાયોઃ ૧૭ ગુનામાં સંડોવણી
બી ડીવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યા મોહીત અને સંજય ચોૈહાણના નામો ખુલ્યાઃ પીઆઇજી.આર.ચોૈહાણ, પીએસઆઇ એન.આર.ડોબરીયાની ટીમની કામગીરી હેડકોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ અજીતસિંહ પરમાર અને સુખદેવભાઇ દાંતીની બાતમી

રાજકોટ, તા.૨: શહેરના કુવાડવા રોડ પર રણછોડદાસબાપુના આશ્રમથી પટેલવાડી તરફ રોડ પર જામજોધપુર પંથકમાં આધેડ પેસેન્જર તરીકે રિક્ષામા઼ બેસાડી ઉલ્ટી ઉબકાના બાને ખીસ્સામાંથી રૂા.૫૦ હજારની રોકડ સેરવી લેનાર રિક્ષા ચાલકને બી ડીવીઝન પોલીસે પકડી ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
જામજોધપુરના વાંસજાલીયા ગામે રહેતા મહેન્દ્રભાઇ હમીરભાઇ મકવાણા (ઉ.વ.૪૫)ને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી કુવાડવા રોડ પર ઉલ્ટી ઉબકાનુ બહાનુ કરી રિક્ષાગેંગ તેના ખીસ્સામાંથી રૂા. ૫૦ હજારની રોકડ સેરવી લેતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી. આ મામલે બી-ડીવીઝન પોલીસના પીઆઇ જી.આર.ચોૈહાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.આર.ડોબરીયા, હેડ કોન્સ્ટબલ ક્રિપાલસિંહ જાડેજા, નરેશભાઇ ચાવડા, મહેશભાઇ કછોટ, કોન્સ્ટેબલ અજીતસિંહ પરમાર, જગદીશભાઇ વાંક, જગમાલભાઇ જાદવ, અને સુખદેવભાઇ દાતી સહિતના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી બાતમીના આધારે રિક્ષગેંગના રીઢા આરોપી ધનજી ઉર્ફે ધનો દેવજીભાઇ ગેડાણી (ઉ.વ.૪૪ રહે સાગરનગર, માર્કેટીંગ યાર્ડની પાસેને દબોચી લઇ રિક્ષા અને રોકડ મળી કુલ રૂા. ૪઼૧.૪૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જયારે પુછતાછમાં મોહિત દાનભાઇ ચોૈહાણ અને સંજય જેશીંગભાઇ ચોૈહાણ (રહે બને રાજકોટ)નું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આરોપી ધનજી ઉર્ફે ધનો અગાઉ પણ ચોરી, દારૂ, જુગાર સહિત ૧૭ ગુનામાં પોલીસ ચોપેડ ચડી ચુકયો છે
(2:31 PM IST)










