તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
૧૦ વર્ષથી વોર્ડ-૭માં વિકાસના કામો ઠપ્પ : કોંગી ઉમેદવારોનો જોરશોરથી લોકસંપર્ક

રાજકોટ : શહેરના વોર્ડ-૭ ના કોંગ્રેસના ઉમેદવારો રણજીતભાઈ પરમાર (આર.ડી.), જીગ્નેશ વાગડીયા સોની, હંસાબેન ગુજરીયા અને રચનાબેન જોશીએ લોકસંપર્ક યાત્રા દરમિયાન અકિલા કાર્યાલયની મુલાકાત લીધી હતી અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના આશીર્વાદ મેળવ્યા હતા.આ ચારેય કોંગી ઉમેદવારોએ જણાવેલ કે છેલ્લા ૧૦ વર્ષમાં આ વોર્ડનો વિકાસ થયો નથી. પછાત વિસ્તારોમાં વિકાસના કામો થયા નથી. અમોને લોકસંપર્ક દરમ્યાન આવકાર મળી રહ્યો છે. જયારે સુવિખ્યાત રામનાથ મંદિરની જ વાત કરીએ આ મંદિરના વિકાસ માટે ભાજપના આગેવાનોએ મોટી-મોટી વાતો કરી. પરંતુ, આજદિન સુધી આ મંદિરનો વિકાસ થયો નથી. ધાર્મિક તહેવારોમાં નેતાઓ માત્ર ફોટા પડાવવા માટે જ જતા હોય છે. તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વોર્ડ નં. ૭ ના કોંગ્રેસના ઉમેદવારો રણજીતભાઇ પરમાર (આર.ડી.), જીજ્ઞેશ વાગડીયા સોની, હંસાબેન ગુજરીયા અને રચનાબેન જોષી સાથે પ્રવિણ રાઠોડ, હરેશ ગુજરીયા, મુકેશ પરમાર, સન્ની પરમાર, વશરામ ચાવડા, હબીબભાઇ કટારીયા, પાર્થ પરમાર, મનુભાઇ પરમાર, આશિષ પરમાર, અહેસાન ચૌહાણ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:33 PM IST)










