<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

દેવ ફાસ્‍ટફૂડ સીલ : ૧૩ર કિલો અખાદ્ય ખોરાક પકડાયો

શહેરના નિર્મલા રોડ પરની પેઢીમાં ચકાસણી દરમિયાન ફ્રિઝ તથા સ્‍ટોરેજ એરીયામાં વંદા, જીવાત તથા ઉંદરનો ઉપદ્રવ મળ્‍યો : ૧૦ હજારનો દંડ : ભકિતનગર સર્કલ પાસેથી ચોકલેટ લસ્‍સીનો નમૂનો લેવાયો : ફૂડ શાખા ત્રાટકી

રાજકોટ, તા. ર૯: રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્‍ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૩૮ પેઢી/ રેસ્‍ટોરન્‍ટ ની તપાસ કરી કુલ ૧૪૭ કિલો અખાદ્ય, વાસી જથ્‍થાનો નાશ કરી કુલ-૦૪ પેઢીને સ્‍ટોરેજ, લાઇસન્‍સ, હાઈજેનિક કશિન બાબતે નોટિસ આપી કૂલ રૂ.૧૪,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તેમજ ૦૧ પેઢીને સીલ કરવામાં આવેલ. તથા fssai એક્‍ટ હેઠળ ૦૩ નમૂના લઈ પળથ્‍થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ.

શહેરના નિર્મલા રોડ સ્‍થિત     અભિજિત એપાર્ટમેંટ, ગ્રા.ફ્‌લોર શોપ નં-૪ ICICI બેન્‍ક સામે  આવેલ ૅદેવ ફાસ્‍ટ ફૂડૅ પેઢીને સીલ કરવામાં આવેલ. સ્‍થળ પર ફ્રીઝ, સ્‍ટોરેજ તથા પ્રિપેરેશન એરિયામાં  અનહાઈજેનિક કશિન સ્‍ટોરેજ કરેલ વાસી તથા પડતર અખાદ્ય ચીજો જોવા મળેલ.

ઉપરાંત  ફ્રીઝમાં તેમજ સ્‍ટોરેજ એરિયામાં વંદા, જીવાત તેમજ ઉંદરનો ઉપદ્રવ જોવા મળેલ. સ્‍થળ પર તપાસ કરતાં પડતર સડેલી ડુંગળી ૪૦ કિલો જથ્‍થો, ગ્રેવી-પ્રિપેર્ડ મસાલો, ચટણી- બાફેલા શાકભાજી- નો ૪૫ કિલો જથ્‍થો, રાઈસ-નૂડલ્‍સ-મંચૂરિયન-કાપેલા શાકભાજી નો ૩૪ કિલો જથ્‍થો, પડતર સોસ તથા લોટ નો ૧૩ કિલો જથ્‍થો અખાદ્ય/વાસી માલૂમ પડેલ કુલ મળીને અંદાજિત ૧૩૨કિલો અખાદ્ય ખોરાકનો SWM ના વાહન દ્વારા સ્‍થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.૧૦,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કશિન બાબતે તથા યોગ્‍ય સ્‍ટોરેજ કરવા તેમજ નિયમિત પેસ્‍ટ કંટ્રોલ  બાબતે નોટિસ આપવામાં આવેલ.

જયારે  વિજય શીંગ સેન્‍ટરઃ શક્‍તિ ઇ. એરીયા, શેરી નં -૩, RMC આરોગ્‍ય કેન્‍દ્ર પાછળ, સંતકબીર રોડ, રાજકોટ. મુકામેથી (૧)ૅvijay shing" roasted peanuts (18gm pkd 12 pouch) (2)"vijay shing" roasted chana (400 gm pkd pouch) ના નમૂના લેવામાં આવેલ તેમજ પેઢીને નોટિસ આપી  રૂ.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

    કિસ્‍મત એન્‍ટરપ્રાઇઝ(છાશ વાલા): ભક્‍તિનગર સર્કલ, અંજુ પાનની બાજુમાં, ભક્‍તિનગર સોસાયટી, રાજકોટ. પેઢીને નોટિસ આપેલ તેમજ (૧)ચોકલેટ લસ્‍સી (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ

 ઉપરાંત શ્રી જી ફાસ્‍ટફૂડઃ પવિત્રા હાઇટ્‍સ, શોપ નં -૪, ઓમકાર સ્‍કૂલ સામે, રોલેક્‍સ રોડ, રાજકોટ પેઢીને હાઇજેનિક કશિન તેમજ સ્‍ટોરેજ બાબતે નોટિસ આપેલ. ફ્રીજમાં સંગ્રહ કરેલ ૪ કિલો પડતર/વાસી મીઠી ચટણી, ૬ કિલો પડતર/વાસી વડાપાઉ માટે નો મસાલો કુલ મળી ૧૦ કિલોસ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ રૂ.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. રામ ખમણઃ બજરંગ વાડી, રાજકોટ. ૫ લિટર મીઠી ચટણી નો નાશ.

(3:06 PM IST)