તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે, આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાવાની શકયતા
હવામાન વિશ્લેષક નિતેષ વડાવીયાના જણાવ્યા મુજબ ગુજરાતને આ સિસ્ટમ્સની અસર થવાની શકયતા નથીઃ સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહી હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું

રાજકોટ : છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મોટું માવઠું થશે તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી હતી. એટલું જ નહીં, કયારેક અરબ સાગરમાં તો કયારેક બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાની અને બંને સમુદ્રમાં એકસાથે વાવાઝોડાં સક્રિય થવાની અટકળોએ પણ લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી હતી. જોકે, ચાલુ માસ દરમિયાન ગુજરાતમાં મોટા માવઠાની શકયતા અંગે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા દાવાઓને લઈને હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. બંગાળની ખાડીમાં એક શક્તિશાળી હવામાન સિસ્ટમ્સ સક્રિય બની રહી છે, પરંતુ તેની ગુજરાત પર અસર થવાની શકયતા નથી.
હવામાન વિશ્લેષક નિતેષ વડાવીયાના જણાવ્યા મુજબ, પૂર્વ-મધ્ય અને નજીકની દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું છે. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આ સિસ્ટમ્સઆશરે ૧૫.૩ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૯૧.૨ ડિગ્રી પૂર્વ રેખાંશ નજીક સ્થિત હતી. છેલ્લા છ કલાક દરમિયાન આ સિસ્ટમ્સ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણપૂર્વ તરફ આગળ વધી હતી. આ સિસ્ટમ્સ શ્રી વિજયા પુરમથી આશરે ૪૪૦ કિલોમીટર ઉત્તર-ઉત્તરપヘમિ અને વિશાખાપટ્ટનમથી આશરે ૯૮૦ કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતી.
હવામાનની આગાહી મુજબ, આ ડિપ્રેશન વધુ મજબૂત બનીને વાવાઝોડામાં ફેરવાય તેવી શકયતા છે. ત્યારબાદ તેની તીવ્રતામાં ક્રમશઃ વધારો થઈ શકે છે. અનુમાન મુજબ, ૨૮ ઓક્ટોબરની આસપાસ આ સિસ્ટમ્સ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પヘમિ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે.
આ વાવાઝોડું વધુ તીવ્ર બને તો તેની સાથે કલાકના ૧૧૫થી ૧૨૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને પવનના ઝાટકા ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શકયતા દર્શાવવામાં આવી છે. અનુમાન મુજબ, વાવાઝોડું આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠા નજીકથી પસાર થઈ શકે છે. આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે છે.
જોકે, આ સમગ્ર હવામાન સિસ્ટમ્સ ગુજરાતથી દૂર બંગાળની ખાડીમાં સક્રિય હોવાથી ગુજરાતને તેની સીધી અસર થવાની શકયતા નથી. તેથી ગુજરાતમાં મોટા માવઠા અને વાવાઝોડાં અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગભરાવાની જરૂર નથી. હવામાનની આગાહીમાં ફેરફાર થઈ શકે છે, તેથી સત્તાવાર આગાહીઓ પર નજર રાખવી જરૂરી છે.
નિતેષ વડાવીયાએ લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, વાવાઝોડા જેવી મજબૂત હવામાન સિસ્ટમ્સ સર્જાય ત્યારે હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓને અનુસરવી જોઈએ. સોશિયલ મીડિયા પર ફરતા દરેક સંદેશને સાચો માનીને ભયભીત થવાને બદલે અધિકળત માહિતીના આધારે જ નિર્ણય લેવો હિતાવહ છે.
(2:42 PM IST)










