તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
ડેન્ટીસ્ટ પાર્થભાઇ સોલંકીનું બેભાન હાલતમાં મૃત્યુ થયું
કિસાનપરા એકતા રેસીડેન્સીમાં બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨: કિસાનપરા ચોક એકતા રેસીડેન્સી ખાતે રહેતાં પાર્થભાઇ પ્રફુલભાઇ સોલંકી (ઉ.વ.૩૫) વર્ષના ડેન્ટીસ્ટ તબિબ યુવાન ઘરે રાતે દસેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર પાર્થભાઇ ડેન્ટીસ્ટ હતાં અને અગાઉ મિંતાણામાં ક્લીનીક ચલાવતાં હતાં. તે માતા-પિતાના એકના એક આધારસ્તંભ પુત્ર હતાં. સંતાનમાં એક દિકરી છે. રાતે એકાએક શ્વાસ ચડતાં તકલીફ થતાં ૧૦૮ બોલાવી સારવાર માટે ખસેડયા હતાં. પરંતુ જીવ બચ્યો નહોતો. એ-ડિવીઝન પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(3:52 PM IST)










