<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

દર બે વર્ષે ચૂંટણી કરવાના નિર્ણય અંગે બાર એસો.ની જનરલ બોર્ડની મિટિંગમાં વકિલોએ વાંધા ઉઠાવ્‍યા

૧૦ ઓગસ્‍ટ સુધીમાં વાંધા સૂચનો મંગાવવા રાજકોટ બાર એસો.નો ઠરાવ

રાજકોટ, તા., ૩૧ : બાર એસોસીએશનની  ચૂંટણી દર વર્ષેને બદલે     બે વર્ષે યોજવા અંગે વકીલોની માંગ ઉઠતાં બાર એસોસીએશનના બંધારણ સુધારણા માટે કમિટીની રચના કરવામાં આવી છે અને  ચૂંટણી દર બે વર્ષે યોજવા અંગે  બાર એસીએશન દ્વારા આજે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્‍યું હતું.જેમાં વકીલો દ્વારા વાંધા ઉઠાવવામાં આવતા છે જે કોઈ વકીલોએ વાંધા અને સૂચનો આપવા માંગતા હોય તેઓએ આગામી તારીખ ૧૦ ઓગસ્‍ટ સુધીમાં બાર એસોસિએશનને આપી દેવા એ વાંધાઓ કમિટી સમક્ષ રજુ કર્યા બાદ જનરલ બોર્ડ બોલાવાની તારીખ જાહેર કરવામાં આવશે

વધુ વિગત મુજબ રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી દર વર્ષે યોજાઈ રહી છે ત્‍યારે વકીલો દ્વારા દર વર્ષે ચૂંટણી યોજાતા  કામગીરીમાં  દખલને પગલે બાર એસોસીએશનની ચૂંટણી દર બે વર્ષે યોજવાની માંગ ઉઠી હતી. જેના પગલે બાર એસોસીએશન દ્વારા બાર એસોસીએશનના બંધારણ સુધારણા અંગે  કમીટીની રચના કરવામાં આવી હતી. જેમાં સિનિયર ધારાશાષાી આર.એમ.વારોતરીયા, મહર્ષિભાઈ પંડયા, હેમેનભાઈ ઉદાણી, જયદેવભાઈ શુકલ, અમીતભાઈ જોષી, તુલસીદાસ ગોંડલીયા અને રવિભાઈ ગોગીયાનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો.

આ કમીટીની મિટીંગ ગત તા.૧૫નાં રોજ મળી હતી. જેમાં ઠરાવ્‍યા મુજબ  બાર એસોસીએશનની બંધારણ સુધારણા કિમટીની મીટીંગમાં ચર્ચા કરવામાં આવેલ કે દર બે વર્ષે ચૂંટણી યોજવામાં આવે તો વકીલનો સમય,શક્‍તિ અને ખર્ચ  અટકે તેમ છે. ચૂંટણી સમયે બે થી ત્રણ માસ માટે કામગીરી ખોરાભાઈ છે.  જેથી ચૂંટણી બે વર્ષે યોજવી જરૂરી છે. ચૂંટાયેલી કમીટીની એક વર્ષના બદલે બે વર્ષનો પુરતો સમય મળે તો બાર એસોસીએશન માટે યોગ્‍ય કામગીરી કરી શકે તે માટે બે વર્ષએ ચૂંટણી યોજવી  તે મુજબનો  બાર એસોસીએશનના બંધારણમાં યોગ્‍ય આનુસંગીક સુધારો કરવા અંગેનો નિર્ણય કરવા અંગે તેમજ તે અંગે આગળની કાર્યવાહી કરવા બાર એસોસીએશન દ્વારા આજે બપોરે

 ડિસ્‍ટ્રીકટ કોર્ટ બિલ્‍ડીંગ  ખાતે જનરલ બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી.

    . જનરલ બોર્ડ માં સેક્રેટરી દ્વારા બાર એસોસિએશનની બોડીની મુદત બે વર્ષ ની કરવા અને તેનો અમલ કયારથી કરવો તે અંગેનો એજન્‍ડા  સંભળાવ્‍યો હતો. જેમાં વકીલો દ્વારા વાંધાઓ લેવામાં આવ્‍યા હતા અને જણાવ્‍યું હતું કે બાર એસો. દ્વારા કમિટીની રચના કરવામાં આવી તેની અમોને જાણ નથી તેમજ  અમને સાંભળવાની તક મળી નથી આથી જનરલ બોર્ડ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્‍યો છે કે જે કોઈ વકીલોએ બે વર્ષે ચૂંટણી યોજવાની અને કયારથી લાગુ કરવાની તે મુદ્દે જે કોઈ વકીલોને વાંધા સૂચનો આપવાના હોય તે વકીલે લેખિતમાં બાર એસોસિએશનને તારીખ ૧૦ ઓગસ્‍ટ સુધીમાં મોકલી આપવા જણાવ્‍યું છે અને જે વાંધા સૂચનો કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે અને કમિટી તેનું યોગ્‍ય નિરાકરણ કર્યા બાદ બાર એસોસિએશન ફરી આગામી દિવસોમાં જનરલ બોર્ડ બોલાવવાનુ નક્કી કર્યું હોવાનું જાણવા મળેલ છે

 

(3:39 PM IST)