<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

રાજકોટ જીલ્લાની DILR કચેરીનું વિકેન્‍દ્રીકરણઃ તાલૂકાકક્ષાએ ૧૬ કચેરીઓ ઉભી કરાઇઃ તમામના વડાની તાકિદે નિમણુંક

રાજકોટ શહેરમાં ૩ કચેરી ઉભી કરાઇઃ હવે જમીન માપણી-હકચોકસી-પ્રોપર્ટી કાર્ડ માટે અરજદારોને રહેઠાણ નજીક સેવા

રાજકોટ, તા. રઃ ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવા તેમજ તાલુકાની ભૌગોલિક પરિસ્‍થિતિ અને સ્‍થાનિક કક્ષાએ ઉદ્વવતા પ્રશ્નોનું આયોજનબદ્ધ રીતે ઝડપી નિરાકરણ લાવવા માટે મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. જમીન દફતર ખાતાની કામગીરી માટે લોકોને હવે જિલ્લાકક્ષાએ જવાના બદલે તેમના રહેઠાણની નજીક તાલુકાકક્ષાએ જ સેવા મળી શકે, તે હેતુથી જિલ્લા જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ (District Inspector of Land Records) હેઠળની તમામ જગ્‍યાઓનું વિકેન્‍દ્રીકરણ કરીને તાલુકાકક્ષાએ ‘જમીન દફતર નિરીક્ષક (ILR), વર્ગ-૨'ની કચેરીઓ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના સેટલમેન્‍ટ કમિશનર અને જમીન દફતર નિયામકના હુકમથી રાજકોટ જિલ્લા માટે જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ની કચેરીના વડા અને સ્‍થળ નક્કી કરાયા છે. હવેથી જમીન દફતર ખાતાની રી-સર્વે સુધારણાને લગતી કામગીરી, જમીન માપણી, હક્ક ચોકસી, પ્રોપર્ટી કાર્ડ મેળવવા કે તેમાં ફેરફાર નોંધને લગતી તમામ કામગીરી તેમજ સ્‍વામિત્‍વ યોજના અને એકત્રીકરણ યોજનાને લગતી તમામ કામગીરી આ તાલુકા કચેરીઓથી કરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં નિયત કરાયેલી જમીન દફતર નિરીક્ષકની કચેરીના સરનામાની વિગત જોઈએ તોઃ ૧. રાજકોટ શહેર (પૂર્વ): બીજો માળ, સર્વે ભવન, રૂડા બિલ્‍ડીંગની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ. ૨. રાજકોટ શહેર (પヘમિ): પ્રથમ માળ, મામલતદાર રાજકોટ શહેર (પヘમિ) કચેરી કેમ્‍પસ, આત્‍મિય કોલેજ સામે, કાલાવડ રોડ, રાજકોટ. ૩. રાજકોટ શહેર (દક્ષિણ): ગ્રાઉન્‍ડ ફલોર, મામલતદાર રાજકોટ શહેર (દક્ષિણ) કચેરી કમ્‍પાઉન્‍ડ, પી. ડી. માલવીયા કોલેજ પાસે, ગોંડલ રોડ, રાજકોટ. ૪. કોટડાસાંગાણીઃ તાલુકા પંચાયત કચેરી કમ્‍પાઉન્‍ડ, કોટડા સાંગાણી. ૫. રાજકોટ (ગ્રામ્‍ય): પહેલો માળ, સર્વે ભવન, રૂડા બિલ્‍ડીંગની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ. ૬. લોધિકાઃ તાલુકા પંચાયત કચેરી કમ્‍પાઉન્‍ડ, લોધિકા. ૭. પડધરીઃ જૂની તાલુકા પંચાયત કચેરી સામે, સ્‍ટાફ ક્‍વાર્ટરની બાજુમાં, પડધરી. ૮. જસદણઃ પ્રથમ માળ, તાલુકા સેવા સદન, જસદણ. ૯. વિંછીયાઃ તાલુકા સેવા સદન, વિંછીયા. ૧૦. ગોંડલ (શહેર): પહેલો માળ, તાલુકા સેવા સદન, ૨૧ સ્‍ટેશન પ્‍લોટ, ગોંડલ. ૧૧. ગોંડલ (ગ્રામ્‍ય): બીજો માળ, તાલુકા સેવા સદન, ૨૧ સ્‍ટેશન પ્‍લોટ, ગોંડલ. ૧૨. જેતપુર (શહેર): બીજો માળ, તાલુકા સેવા સદન, જૂનાગઢ રોડ, જેતપુર. ૧૩. જેતપુર (ગ્રામ્‍ય): ત્રીજો માળ, તાલુકા સેવા સદન, જૂનાગઢ રોડ, જેતપુર. ૧૪. ધોરાજીઃ બીજો માળ, મહેસૂલ સેવા સદન, ગેલેક્‍સી ચોક, ધોરાજી. ૧૫. ઉપલેટાઃ રાણીંગા હુન્નર શાળા, સરદાર પટેલ રોડ, જીનમીલ ચોક પાસે, ઉપલેટા. ૧૬. જામકંડોરણાઃ જૂનું કોર્ટ બિલ્‍ડીંગ કમ્‍પાઉન્‍ડ, કાલાવડ રોડ, જામકંડોરણા.

  આ તમામ કચેરીઓ ગઇકાલથી કાર્યરત થઈ ગઈ છે. જમીન દફતરની તમામ પ્રકારની કામગીરી માટે અરજદારોએ જે-તે તાલુકાના નિયત કરેલા સ્‍થળે પોતાના દસ્‍તાવેજો અને અરજીઓ રજૂ કરવાની રહેશે, તેમ નાયબ નિયામક જમીન દફતરની યાદીમાં ઉમેરાયું છે.

(12:11 PM IST)