તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
ડીસીબીએ ૧૫ દિવસમાં ખોવાયેલા ૫.૭૪ લાખના મોબાઇલ શોધી મુળ માલિકને સોંપ્યા
'તેરા તુજકો અર્પણ' ઝુંબેશ અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અનુસાર પીઆઇ એમ. આર. ગોંડલીયા અને ટીમની કામગીરી

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોરાયેલા અને ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કામગીરીના ફલસ્વરૃપે રિકવર કરાયેલા ૩૧ મોબાઈલ ફોન તેના મુળ માલિકોને સુપરત કરવામાં આવ્યા છે. જેસીપી ચૈતન્ય મોડલીક અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા દ્વારા શહેરમાંથી ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત એસીપી ભરત બી. બસીયા અને પોર્ટલ પર સતત મોનિટરિંગ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને મોબાઈલ ટ્રેસ કર્યા હતા. ત્યારબાદ રૃા. ૫,૭૪,૨૨૦ના ૩૧ ફોન શોધી કાઢ્યા હતાં. આ ફોન આ મહિનાની પહેલી તારીખથી પંદર તારીખ સુધીમાં ગૂમ થયા હતાં. જેમાં એક ફોન રેલ્વે પોલીસમાં નોંધાયો હતો. આ ફોન મુળ માલિકને પરત સોંપવા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો. એએસઆઇ એમ.જે. અડતરીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નગ્યાબેન એમ. સુમરા સહિતની ટીમે ફોન શોધવામાં મહત્વની કામગીરી કરી હતી
(3:37 PM IST)










