<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

મવડી ચોકડી ખાતે દીકરીઓના ગાગરરાસ, તલવાર રાસ વિખ્‍યાત

શ્રી બજરંગ ગરબી મંડળની ૩૮ બાળાઓ દ્વારા માતાજીની ચુંદડી, સાતમાતાજી ગરબો, સળગતી ઈંઢોણી રાસ સહિતના રાસ રજૂ કરાશેઃ બાળાઓને ભેટ અપાશે

રાજકોટઃ શહેરના મવડી ચોકડી પાસે આવેલ કારડીયા રજપૂત સમાજની વાડી ખાતે શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા ૧૯માં  વર્ષે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવેલ છે. ગરબીમાં માતાજીની ચૂંદડી, ગાગર રાસ, તલવાર રાસ, સાત માતાજીનો ગરબો, દાંડિયા રાસ, ટિપ્‍પણી રાસ અને ભુવા રાસ સહિતના વિવિધ રાસ રજૂ કરવામાં આવશે. દરરોજ ૮થી ૧૦ રાસની પ્રસ્‍તુતિ દ્વારા માતાજીની ભક્‍તિ સાથે ગુજરાતની પ્રાચીન ગરબા સંસ્‍કૃતિની ઝાંખી જોવા મળશે. આ આયોજનનું વિશેષ આકર્ષણ ત્રીજા, પાંચમા અને નવમા નોરતે રજૂ થનારા સળગતા ઈંધણના રાસ રહેશે. પરંપરાગત રાસની સાથે આ વિશિષ્ટ પ્રસ્‍તુતિ ગરબીમાં રોમાંચનો ઉમેરો કરશે. મંડળ દ્વારા દર વર્ષે ગરબીમાં ભાગ લેતી દીકરીઓને મોટી લ્‍હાણી આપવામાં આવે છે.

શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા સતત ૧૯ વર્ષથી પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન ભક્‍તિ, પરંપરા અને સંસ્‍કૃતિના ત્રિવેણી સંગમ સમાન આ આયોજનને સફળ બનાવવા આયોજકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ આયોજનને સફળ બનાવવા ધર્મેન્‍દ્રસિહ ઝાલા (પિન્‍ટુભાઈ ખાટડી), યુવરાજાસિહ ઝાલા, ધીરજભાઈ સિધવ, ધર્મેશભાઈ સખીયા, શૈલેષભાઈ ભડિગજી, હરેશભાઈ સિયાણી, માલદેવસિંહ ચુડાસમા, દેવેન્‍દ્રસિંહ ઝાલા, વિરલભાઈ રાઠોડ, દિવ્‍યરાજાસિહ જાડેજા (રાવકી), ચેતનભાઈ લાઠિયા, રોહનભાઈ ઘોઘારી સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:10 PM IST)