<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

ચારણ ગઢવી સમાજની દીકરીઓ પ્રાચીન રાસની રમઝટ બોલાવશે

સમસ્‍ત ચારણ ગઢવી સમાજ દ્વારા સતત ૩૯માં વર્ષે ગરબીનું આયોજન : દીકરીઓને દરરોજ લ્‍હાણી વિતરણ

રાજકોટ : શહેરના ગોંડલ રોડ ખોડિયાર નગરમાં આવેલ સોનલ માર્ગ ખાતે છેલ્લા ૩૯ વર્ષથી ચારણ ગઢવી સમાજની ૩૯ દિકરીઓને ચારણી પરંપરા મુજબ ગરબીનું આયોજન પ્રાચીન ગરબા રજુ કરવામાં આવે છે. જેમાં ચારણ સમાજની દિકરીઓ પ્રાચીન સાંસ્‍કળતિનું જતન કરે છે. ચારણો માટે જગદંબાની ઉપાસના અને આરાધના એ પ્રાચીન પરંપરા છે તેને જીવીત રાખવા માટે સતત સમાજના સહયોગથી ચારણ સમાજ દ્વારા સર્વે સાથે મળીને ભાવ વંદના કરી રહ્યા છે.

નવરાત્રી દરમ્‍યાન જુદાજુદા દાતાઓ દ્વારા ગરબી મંડળની દિકરીઓને કરીયાવરમાં કામલાગે તેવી કિંમતી ભેટ નવદિવસ આપવામાં આવે છે. દાતાઓના ખુબજ વંદન સાથે સમગ્ર સમાજ વતી મંડળના પ્રમુખ પ્રકાશભા કવલ (મો. ૯૩ર૮૪૬૮૯૦૦), ઉપપ્રમુખ મહીપતભા ગઢવી, મંત્રી પ્રવિણભા વડગામા, સંગઠન મંત્રી હમીરભા ગુઢડા, સહમંત્રી ભરતભા ગઢવી, નારૂભા ગઢવી, રવીરાજ ગઢવી તથા દેવરાજભા બળદા, કનુભા સાબા, કેસુભા મઘુડા, રવીરાજભા ગોલ, હરેશભા વડગામા, રણજીતભા બળદા, કરશનભા બુદશી તથા કમલેશભા જેસળ, ભાવેશ ધિરૂભા ફુનડા, દેવરાજભા બાવડા, ચેતનભા ભાંસળીયા, કપીલભા ભાંસળીયા, નારૂભા ડી. ભાંસળીયા, ધનરાજભા દાંતી, જયેશભા ફુનડા, મુકેશભાઈ ફુનડા, નાગરૂભા બળદા, દિનેશભાઈ બળદા, ભાવેશભા બળદા, વિજયભા જેસળ અજીતભા કવલ, હાર્દીકભા કવલ, હેમરાજભાઈ મધુડા, પ્રવિણભા મધુડા, દેવકરણભા મધુડા, યોગેશભા બાવડા, લાભુભા બાવડા, લાભુભા રતન, શાંતીભા રતન, લાલાભા વડગામા, ભાવેશ, ઉમેદભા ફુનડા, મોનજભા ફુનડા, પ્રવિણભા બાવડા, મનુભા બાવડા, વજુભા બાવડા, દિપભા ભાંસળીયા, લાલાભા ઠાકરીયા, કિશોરભા ધનાભા ઘાંઘણીયા, હીરેનભા ઘાંઘણીયા, મુળુભા ઘાંઘણીયા, જયદેવભા પાલીયા, કનુભા પાલીયા, કેશુભા પાલીયા, રામભા બાવડા, નકુભા બાવડા, દિલુભા બાવડા, ધર્મેશ નાગૈયા, અરવીંદભા નાગૈયા, મુકેશભા કવલ, કનુભા કવલ વગેરે ૧૦૦થી વધુ કાર્યકર્તાઓ દિકરીઓને નવરાત્રીની નેટપ્રેકટીસ્‌ ચલાવી રહ્યા છે. સંગીત દિલુભા હમીરભા રાબા દ્વારા પુરૂ પાડવામાં આવે છે.

 નવરાત્રીમાં મોગલમા રાસ, ખોડીયાર રાસ, ટીપણી રાસ, ખંજરી રાસ, મંજીરા રાસ વિ. પ્રખ્‍યાત છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:35 PM IST)