હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો
બર્થડે પાર્ટીની આડમાં મહેફિલ: ૫ હુક્કા અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત, ૩૩ મહિલાઓ-યુવતીઓને મેડિકલ ચેકઅપ માટે મોકલાઈ: દારૂ, કોલડ્રિન્ક પીરસનારા 3 પણ પીધેલા હતાં: તાલુકા પોલીસમાં ગુનો દાખલ : .ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એએસઆઈ જે.વી. ગોહિલ, આર.એન. મિયાત્રા, હરપાલસિંહ જે. જાડેજા, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા,સત્યજીતસિંહ જાડેજા ,હેમેન્દ્રભાઈ વાધિયા, અને કોન્સ. કુલદીપસિંહ રાણા, મૈસુરભાઈ કુંભારવાડિયા તથા શિવભદ્રસિંહ ગોહિલ સહિતના પોલીસ સ્ટાફની કામગીરી

રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા સામે આવેલી 'સરાઝા હોટલ'ના બીજા માળે આવેલા બેન્કવેટ હોલમાં એલ.સી.બી. ઝોન-૨ ની ટીમે મોડી રાત્રે દરોડો પાડી દારૂની ગેરકાયદેસર મહેફિલ ઝડપી પાડી છે. ચિરાગ અરવિંદભાઈ પટેલના જન્મદિનની એડવાન્સ પાર્ટીના નામે આયોજિત આ મહેફિલમાંથી પોલીસે ૪૦ જેટલા શખ્સો સામે નામજોગ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ માહિતી મુજબ શહેરના વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા સામે આવેલી 'સરાઝા હોટલ'ના બીજા માળે આવેલા બેન્વેટ હોલમાં એલ.સી.બી. ઝોન-૨ ની ટીમે બાતમીના આધારે મોડી રાત્રે સપાટો બોલાવ્યો હતો. હોલમાં આરોપી ચિરાગ અરવિંદભાઈ પટેલના જન્મદિનની એડવાન્સ પાર્ટીની આડમાં વિદેશી દારૂ અને હુક્કાની ગેરકાયદેસર મહેફિલ ચાલી રહી હતી. પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો, હુક્કા અને અન્ય મુદામાલ સાથે અંદાજે ૧૦૦ જેટલા સ્ત્રી-પુરુષોને ઝડપી લીધા છે. જેમાં ૪૦ પુરૂષો સામે પીધેલાનો ગુનો દાખલ થયો છે. ૩૩ યુવતીઓ મહિલાઓએ પીધો હતો કે કેમ તે જાણવા મેડિકલ ચેકઅપ કરવાયા છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે એલ.સી.બી. ઝોન-૨ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સરાઝા હોટલના બેન્કવેટ હોલમાં ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ પોતાના જન્મદિનની એડવાન્સ પાર્ટી ઉજવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે મહિલા પોલીસ કર્મચારીઓ તથા પંચોને સાથે રાખીને હોલમાં રેડ કરી હતી. રેડ દરમિયાન હોલમાં હાજર સ્ત્રી અને પુરુષો પોતાની જગ્યાઓથી દોડધામ કરતા થઈ ગયા હતા.
પોલીસે હોલની તલાશી લેતા ટેબલ અને કાઉન્ટર પરથી પેટ્રન સિલ્વર ટેક્વિલા, ગ્લેનલિવેટ અને જોની વૉકર ગોલ્ડ લેબલ જેવી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની ભરેલી તથા ખાલી બોટલો મળી આવી હતી. આ ઉપરાંત ૪૦ જેટલા કાચ અને પ્લાસ્ટિકના ગ્લાસો, કોલ્ડ ડ્રિંક્સની ખાલી બોટલો તેમજ પાંચ હુક્કા પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂ. ૧૭,૫૦૦ની કિંમતનો પ્રોહીબીશન મુદામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર સફળ કામગીરી એલ.સી.બી. ઝોન-૨ રાજકોટ શહેરની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જેમાં પો.હેડ કોન્સ. સત્યજીતસિંહ દિગ્વિજયસિંહ જાડેજાની ફરિયાદી તરીકેની ભૂમિકા સાથે પો.સબ ઇન્સ. એસ.વી. ચુડાસમા તથા એ.એસ.આઈ. જે.વી. ગોહિલ, આર.એન. મિયાત્રા, એ.એસ.આઈ. હરપાલસિંહ જે. જાડેજા, પો.હેડ કોન્સ. શક્તિસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, હેમેન્દ્રભાઈ વાધિયા, અને પો.કોન્સ. કુલદીપસિંહ રાણા, મૈસુરભાઈ કુંભારવાડિયા તથા શિવભદ્રસિંહ ગોહિલ સહિતના પોલીસ સ્ટાફે હાજર રહી દરોડાની કાયદેસરની કાર્યવાહી પાર પાડી હતી.
પાર્ટીના આયોજકો અને પકડાયેલા શખ્સોના નામ અને પૂરા સરનામાંની વિગતો આ મુજબ છે. ચિરાગ અરવિંદભાઈ પટેલ (ઉ.વ. ૩૯, ધંધો: વેપાર) - સરનામું: કાલાવડ રોડ, અવધ મેઈન રોડ, ડેકોરા હાઈલેન્ડ ફ્લેટ નં. ૧૦૦૧, રાજકોટ (પાર્ટીના આયોજક), મનપ્રતસિંઘ ધ્યાનસિંઘ - સરનામું: સરાઝા હોટલના બેન્વેટમાં પાર્ટીનું આયોજન કરનાર, હિન્તેન્દ્રસિંહ પર્વતસિંહ ચૌહાણ (ઉ.વ. ૨૨, ધંધો: પ્રા.નોકરી) - સરનામું: મૂળ ગામ - સમાવત વાડા, તા. જી. ભાવરા, ઉદયપુર, હાલ ઉદયપુર સેક્ટર - ૮, મનવાખેડા સોસાયટી, રાજકોટ, હર્ષવર્ધનસિંહ શંભુસિંહ ચૌહાણ (ઉ.વ. ૨૧, ધંધો: પ્રા.નોકરી) - સરનામું: ગામ ઠોકર, તા. સેમારી, ઉદયપુર, કેતુલ વિનોદભાઈ શાહ (ઉ.વ. ૨૧, ધંધો: પ્રા.નોકરી) - સરનામું: ન્યારી ડેમ પાસે, સ્પ્રિંગ અપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૩૦૧, રાજકોટ, મેહુલ કાનાભાઈ ચાવડા - સરનામું: રાજકોટ, નીખીલ જમનભાઈ પટેલ (ઉ.વ. ૪૪, ધંધો: બિલ્ડર) સરનામું: કાલાવડ રોડ, અવધ મેઈન રોડ, ડેકોરા હાઈલેન્ડ એ બિલ્ડીંગ પી-૧, રાજકોટ, કૃણાલ કરણભાઈ અગ્રવાલ (ઉ.વ. ૪૧, ધંધો: ટ્રેડીંગ) સરનામું: ૪૫, ગીતા ભવન સાંઈનગર સોસાયટી, ભીગબજાર પાછળ, રાજકોટ, પલવ ધીરૂભાઈ માકડીયા (ઉ.વ. ૪૦, ધંધો: વેપાર) - સરનામું: મોટામાવા, માસુમ સ્કુલની પાસે, વીનસર ગાર્ડન ફ્લેટ નં. એ-૮૦૧, રાજકોટ, મનીષ વલ્લભભાઈ પટેલ (ઉ.વ. ૪૨, ધંધો: વેપાર) - સરનામું: સાધુવાસવાણી રોડ, ડેકોરા ઉત્સવ ફ્લેટ બી-૧૦૧, રાજકોટ, હિત અનિલભાઈ પટેલ (ઉ.વ. ૩૧, ધંધો: વેપાર) - સરનામું: સી-ડીવાઈન હાઈલેન્ડ, સાયન્સ સીટી રોડ, અમદાવાદ, સ્મીત મનસુખભાઈ રોજીવાડીયા (ઉ.વ. ૩૩, ધંધો: કન્ટ્રક્ષન) - સરનામું: બોડકદેવ, રાજપથ રોડ, શુભમ સ્કાય એપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૧૨૦૧, અમદાવાદ, રોહીત મગનભાઈ સોનેપરા (ઉ.વ. ૫૧, ધંધો: વેપાર) - સરનામું: સાધુવાસવાણી રોડ, સાધુવાસવાણી સ્કુલની સામે, હરીનગર શેરી નં. ૧, રાજકોટ, કૌશીક પોપટભાઈ રાઠોડ (ઉ.વ. ૪૨, ધંધો: કોન્ટ્રાક્ટર) - સરનામું: ગુરંજનપાર્ક મે.રોડ, પ્રેમમંદિર પાછળ, ડેકોરા વેસ્ટી વીંગ-જી ફ્લેટ નં. ૧૦૦૧, રાજકોટ, ઉજસ જમનભાઈ વાછાણી (ઉ.વ. ૫૩, ધંધો: બાંધકામ) સરનામું: ડેકોરા વેસ્ટીલ વીંગ ફ્લેટ નં. ૧૧૦૨, અવધ રોડ, કાલાવડ રોડ, રાજકોટ, ધર્મેશ રમણીકભાઈ પટેલ (ઉ.વ. ૪૫, ધંધો: પ્રા.નોકરી) સરનામું: જીવરાજપાર્ક, ગોલ લાઈટ્સ ફ્લેટ નં. ૧૦૦૧, રાજકોટ, ગૌરવ હરીભાઈ પટેલ (ઉ.વ. ૪૦, ધંધો: ફર્નિચર કામ) સરનામું: હરીનગર શેરી નં. ૩, શિવ અપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૩૦૧, રાજકોટ, અભય નરેન્દ્રભાઈ જવીયા (ઉ.વ. ૪૪, ધંધો: વેપાર) સરનામું: સાધુવાસવાણી રોડ, પેલેડીયમ અપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૧૦૦૨, રાજકોટ, સુરજ રજનીકાંતભાઈ કાનાબાર (ઉ.વ. ૩૮, ધંધો: વેપાર) - સરનામું: સ્કાઈ ગાર્ડન વીંગ-એ ફ્લેટ નં. ૧૦૧, અવધ રોડ, કાલાવડ રોડ, રાજકોટ, વિહાન ઉજાસભાઈ વાછાણી (ઉ.વ. ૨૫, ધંધો: વેપાર) - સરનામું ડેકોરા વેસ્ટીલીસ્ટન, સેક્ટર-૨, અવધ રોડ, કાલાવડ રોડ, રાજકોટ, દેવ મિતુલભાઈ કાલરીયા (ઉ.વ. ૨૪, ધંધો: વેપાર) - સરનામું: ડેકોરા હીલ્સ ફ્લેટ નં. ૮૦૧, અવધ રોડ, કાલાવડ રોડ, રાજકોટ, વીર મિતુલભાઈ કાલરીયા (ઉ.વ. ૧૯, ધંધો: અભ્યાસ) સરનામું: ડેકોરા હીલ્સ ફ્લેટ નં. ૮૦૧, અવધ રોડ, કાલાવડ રોડ, રાજકોટ. હાર્દિક કીરીટભાઈ ગઢીયા (ઉ.વ. ૩૭, ધંધો: વેપાર) - સરનામું: કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાછળ, એકવા ફ્લેટ બી-૧૦૦૨, રાજકોટ. જીજ્ઞેશ ભુદરજીભાઈ સંચાણીયા (ઉ.વ. ૪૫, ધંધો: વેપાર) સરનામું: હરીદ્વાર હાઈટ્સ ફ્લેટ નં. ૧૧૦૩, રાજકોટ, વિરેન જયકુમાર તલસાણીયા (ઉ.વ. ૩૮, ધંધો: વેપાર) - સરનામું: પંચશીલ સોસાયટી, શેરી નં. ૧૧/૩, માલવીયાનગર, રાજકોટ, ગૌરવ ધર્મેશભાઈ વીરડીયા (ઉ.વ. ૩૭, ધંધો: વેપાર) સરનામું: વૈષ્ણોવી મકાન, સિલ્વર સ્ટોન સોસાયટી બંગલો નં. ૪, રીલાયન્સ મોલ પાછળ, રાજકોટ, હાર્દિક અનીલભાઈ ઠક્કર (ઉ.વ. ૩૮, ધંધો: પ્રા.નોકરી) - સરનામું: અભીલાષા પાર્ક, શેરી નં. ૧, નિર્મળા રોડ, રાજકોટ, હાર્દિક પ્રફુલચંદ્રભાઈ ગોહિલ (ઉ.વ. ૪૩) - સરનામું: માઉન્ટવિલે ૭૨, ન્યારે રોડ, રીજન્સી લગુન પાસે, રાજકોટ. ડેનીશ ચંદ્રકાંતભાઈ સેજપાલ (ઉ.વ. ૩૮, ધંધો: વેપાર) - સરનામું: રોયલપાર્ક મેઇન રોડ, ઇન્દીરા સર્કલ, ગેલેક્ષી અપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૨૨, રાજકોટ, ભાર્ગવ ધર્મેશભાઈ પટેલ (ઉ.વ. ૩૭, ધંધો: વેપાર) - સરનામું: જયપાર્ક ૨, નાનામાવા રોડ, શ્રદ્ધા મકાન, રાજકોટ, જેનીશ દિપકભાઈ વસાણી (ઉ.વ. ૩૭, ધંધો: વેપાર) - સરનામું: મોટામાવા, ગ્રીનફ્લીલ્ડ ગાર્ડન, સી વીંગ ફ્લેટ નં. ૬૦૨, રાજકોટ, સંદિપ પાંચાભાઈ સોરઠીયા (ઉ.વ. ૩૮, ધંધો: વેપાર) - સરનામું: સિલ્વર હાઈટ્સ, વીંગ ૯, ફ્લેટ નં. ૧૫૦૨, નાનામાવા સર્કલ, રાજકોટ, દેવાંશ કમલેશભાઈ શાહ (ઉ.વ. ૪૦, ધંધો: વેપાર) - સરનામું: અનુરાગ સોસાયટી મકાન નં. બી-૨૧, અકોટા, વડોદરા, ગૌરવ ધીરેનભાઈ અજમેરા (ઉ.વ. ૩૬, ધંધો: વેપાર) - સરનામું: રાધિકા અપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૪૦૧, નિર્મળા કોન્વેન્ટ રોડ, રાજકોટ, કુશ સંજયભાઈ ભાડાણીયા (ઉ.વ. ૩૫, ધંધો: વેપાર) - સરનામું: એ-૧, સીમંધર એન્કલેવ, જનતાનગર રોડ, ઘાટલોડીયા, અમદાવાદ, કુશલ લક્ષ્મીદાસ ભાલોડીયા (ઉ.વ. ૩૬, ધંધો: વેપાર) - સરનામું: ઓલીવ ગ્રીન્સ, આઈ બ્લોક, ૧૪૦૧, ગોતા, અમદાવાદ, દિપક અમૃતલાલ કોટક (ઉ.વ. ૩૯, ધંધો: વેપાર) - સરનામું: દીપક મકાન, શાંતીનિકેતન સોસાયટી, શેરી નં. ૧૫, કાલાવડ રોડ, રાજકોટ, અક્ષત શક્તિભાઈ ગોયલ (ઉ.વ. ૪૦, ધંધો: વેપાર) - સરનામું: મકાન નં. ૮, છહરલી રોડ, જકાદરી, યમુનાનગર, હરીયાણા સામેલ થાય છે.
ઘટનાસ્થળે હાજર રહેલી અંદાજે ૩૩ જેટલી યુવતીઓ અને સ્ત્રીઓની મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને તમામની મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખાતે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. પોલીસે પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(૧)બી, ૮૧, ૮૩, ૮૯, ૧૧૬, ૧૧૬(બી) તેમજ ૭૫(એ) મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.










