<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ક્રાઇમ બ્રાંચના મોરબી રોડની વાડી અને દૂધની ડેરી પાસે ઘરમાં દરોડાઃ જૂગાર રમતાં ૧૨ ઝડપાયા

પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અનિલભાઇ સોનારા, કનકસિંહ ઝાલા, રાજેશભાઇ, હરપાલસિંહ સહિતની ટીમની કાર્યવાહીઃ વાડીના જૂગારધામમાંથી પોણો લાખ રોકડા કબ્‍જે

રાજકોટ તા. ૨૨: ક્રાઇમ બ્રાંચે જૂગારના બે સ્‍થળે દરોડો પાડી ૧૨ને ઝડપી લીધા હતાં. મોરબી રોડ મારવાડી કોલેજની સામેના કાચા રસ્‍તે રાજકોટના રહેવાસીની વાડીમાં ચાલતાં જૂગારધામમાંથી વાડી માલિક સહિત ૭ને પકડી પોણો લાખની રોકડ કબ્‍જે કરાઇ હતી. જ્‍યારે દૂધ સાગર રોડ પર રહેતાં શખ્‍સના ઘરમાં દરોડો પાડી ૫ને પકડી લઇ સત્તર હજારથી વધુની રકમ કબ્‍જે કરવામાં આવી હતી.

જાણવા મળ્‍યા મુજબ પ્રથમ દરોડામાં મોરબી રોડ મારવાડી કોલેજની સામેના ભાગે આઇઓસી પેટ્રોલ પંપથી અંદર જતાં કાચા રસ્‍તે આવેલી  મોરબી રોડ સેટેલાઇટ ચોક ખોડલ પાર્ક-૩ના ચંદુલાલ બચુભાઇ અજાણી (ઉ.વ.૪૮)ની વાડીમાં  ડીસીબીની ટીમ ત્રાટકી હતી. અહિથી ચંદુલાલ તેમજ મોરબી રોડ ઇન્‍દ્રપ્રસ્‍થ સોસાયટીના ચંદુ નાગજીભાઇ હીરાણી (ઉ.વ.૪૫), કુવાડવા રોડ શ્રીરામ પાર્કના નરેન્‍દ્ર રણજીતભાઇ ડોડીયા (ઉ.વ.૪૬), રાજારામ સોસાયટી-૩ના રાજેશ ગોરધનભાઇ ગેડીયા (ઉ.વ.૪૬), ગવરીદળના પ્રવિણ ગોવિંદભાઇ મકવાણા (ઉ.વ.૨૯), મોરબી રોડ તિરૂપતી સોસાયટી-૧ના શૈલેષ દેવજીભાઇ કેરાળીયા (ઉ.વ.૪૬) અને આર્યનગર-૨૧ના દિનેશ મગનભાઇ લીંબાસીયા (ઉ.વ.૫૦)ને તિનપત્તીનો જૂગાર રમતાં ઝડપી લઇ રૂા. ૭૩૩૦૦ની રોકડ કબ્‍જે કરી હતી.

પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં એએસઆઇ અનિલભાઇ સોનારા, હેડકોન્‍સ. કનકસિંહ સોલંકી, કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ ચાવડા સહિતે આ દરોડો પાડયો હતો.

બીજા દરોડામાં ડીસીબીની ટીમે દુધની ડેરી નજીક લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી-૧માં આબીદ ગુલામહુશેન ચાવડા (ઉ.વ.૪૦)ના ઘરમાં દરોડો પાડી તેને તથા ભગવતી સોસાયટી-૬ના શાહરૂખ સલિમભાઇ અરબીયાણી (ઉ.વ.૩૨), એકતા સોસાયછટી ભગવતીપરાના આરીફ મહમદભાઇ સોરા (ઉ.વ.૨૭), ભગવતી સોસાયટી-૩ના અલ્‍તાફ ઉર્ફે મામો રાણાભાઇ રાઉમા (ઉ.વ.૪૦) અને રામનાથપરા જુમ્‍મા મસ્‍જીદ પાસે રહેતાં અરબાઝ ઉર્ફે ફિરોઝ અમીનભાઇ કાઝી (ઉ.વ.૨૮)ને તિનપત્તીનો જૂગાર રમતાં ઝડપી લઇ રૂા. ૧૭૧૦૦ની રોકડ કબ્‍જે કરી છે. ડીસીબીના હેડકોન્‍સ. ધારાભાઇ વાનરીયા, રાજેશભાઇ જળુની બાતમી પરથી પીએસઆઇ વી. ડી. ડોડીયા અને ટીમે આ દરોડો પાડયો હતો.

અંકુર સોસાયટીમાં ઇબ્રાહીમના ઘરમાં પત્તા ટીચતા ૩ પકડાયા

જ્‍યારે કોઠારીયા રોડ ભવાની ચોક અંકુર સોસાયટી-૩માં રહેતાં ઇબ્રાહીમ ઓઢાભાઇ નોતીયાર (ઉ.વ.૩૯) નામના શખ્‍સના ઘરમાં ભક્‍તિનગર પોલીસે દરોડો પાડી તેને તથા ભરતવન સોસાયટીના હુશેન અનવરભાઇ શાહમદાર (ઉ.વ.૩૮) અને ન્‍યુ સાગર સોસાયટી-૮ના મહેબુબ દાદુભાઇ રાઉમાને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ ગંજીપાના અને રૂા. ૧૯૨૦ કબ્‍જે કરાયા હતાં. પીએસઆઇ જે. જે. ગોહિલ, હેડકોન્‍સ. રમેશભાઇ માલકીયા સહિતે દરોડો પાડયો હતો.

હાર્દિકને સટ્ટો રમતાં પીસીબીના સ્‍ટાફે મઢી નજીકથી પકડી લીધો

જ્‍યારે એરપોર્ટ ફાટકથી હનુમાન મઢી તરફ જતાં રસ્‍તે રૂપરેખા સલૂન સામે બગીચા પાસેથી હાર્દિક બટુકભાઇ ચંદારાણા (ઉ.વ.૩૫-રહે. બોમ્‍બે હાઉસીંગ સોસાયટી-૧)ને આઇપીએલના મેચ પર મોબાઇલમાં આઇડી રાખી જૂગાર રમતો હોઇ પીસીબીના દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવે સહિતે પકડી લઇ ૫ હજારનો મોબાઇલ ફોન કબ્‍જે કરી તપાસ હાથ ધરી છે.

(3:48 PM IST)