<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ગુજસીટોકના ગુનામાં ફરાર શામજી મકા ગેંગના વધુ બે સાગ્રીતને ક્રાઇમ બ્રાંચે પકડયા

હરેશ ખીમસુરીયા અને રોહિત ઉર્ફે બાઠી રાઠોડને પીએસઆઇ એસ. વી. ચુડાસમાની ટીમે પકડી લીધા

 

રાજકોટ તા. ૪: થોરાળા વિસ્‍તારની શામજી મકા મકવાણા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ આ ગેંગના અમુક સાગ્રીતો ફરાર હોઇ જે પૈકી વધુ બે શખ્‍સને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા છે. આ બંનેમાંથી એક સામે ચાર ગુના અને બીજા સામે પાંચ ગુના અગાઉ નોંધાયા હતાં.

શામજી મકાની ગેંગ સાથે ધી ગુજરાત કન્‍ટ્રોલ ટેરરીઝમ એન્‍ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ ગુનો દાખલ કરાયો ત્‍યારે આ ગેંગના બે સાગ્રીત હરેશ મોહનભાઇ ખીમસુરીયા (ઉ.વ.૨૮-રહે. નવા થોરાળા વણકરવાસ-૪) અને રોહિત ઉર્ફે બાઠી મનુભાઇ રાઠોડ (ઉ.વ.૨૭-રહે. નવા થોરાળા વણકરવાસ-૪) ફરાર હતાં. આ બંને રાજકોટમાં આવ્‍યાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ. વી. ચુડાસમા અને ટીમે પકડી લીધા છે.

પોલીસના કહેવા મુજબ હરેશ વિરૂધ્‍ધ અગાઉ થોરાળામાં રાયોટીંગ-મારામારીના ચાર ગુના અને રોહિત ઉર્ફે બાઠી વિરૂધ્‍ધ એ-ડિવીઝન, થોરાળામાં રાયોટીંગ, મારામારી સહિતના પાંચ ગુના નોંધાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીકની સુચના અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ યશવંતભાઇ ભગત, હેડકોન્‍સ. કરણભાઇ કોઠીવાળ, સંજયભાઇ અલગોતર, અરવિંદતભાઇ ફતેપરા, મહાવીરસિંહ જાડેજા, કિશનભાઇ પાંભર, પોપટભાઇ ગમારાએ આ કામગીરી કરી હતી.

(3:34 PM IST)