<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

ક્રાઇમ બ્રાન્ચે આજીડેમ ચોકડી પાસેથી વિદેશી પિસ્તોલ કારટીસ સાથે તોકિર ચાવડાને પકડયો

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી.બી. બસિયાની રાહબરીમાં પીઆઇ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવની ટીમની કામગીરી: એએસઆઇ મહેશભાઇ સોલંકી,હેડકોન્સ. સંજયભાઇ અલગોતર, કોન્સ. નિકુંજભાઈ મારવીયાની બાતમી

​રાજકોટ: શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આજ્યુડેમ ચોકડી માન સરોવર સોસાયટીની પાછળ ખુલ્લા ડેલામાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૨૦,૦૦૦ની કિંમતની એક વિદેશી બનાવટની સિંગલ બોર પિસ્તલ અને રૂ. ૨૦૦ની કિંમતના ૨ જીવતા કારટીસ મળી કુલ રૂ. ૨૦,૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

​પકડાયેલ આરોપીની ઓળખ તોકીર ઇરફાનભાઇ ચાવડા (ઉ.વ.૨૩, ધંધો-પ્રા.નોકરી, રહે. દૂધાસાગર રોડ, લાભાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં. ૨, પંચાયત હોલ સામે, રાજકોટ) તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧-બી) એ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

​આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. મહેશભાઈ  સોલંકી, ધનશ્યામભાઈ મેણિયા, હેડકોન્સ. સંજયભાઈ  અલગોતર, અને પો.કોન્સ. નિકુંજભાઈ મારવીયાને સંયુક્ત હકીકત/બાતમી મળી હતી તેના આધારે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈત્યન માંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) બી.બી. બસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ તથા એ.એસ.આઇ. મહેશભાઇ અશોકભાઇ સોલંકી, ધનશ્યામભાઇ લાભુભાઇ મેણીયા, પો.હેડ.કોન્સ. સંજયભાઇ સેલાભાઇ અલગોતર, પો.કોન્સ. ધર્મરાજસિંહ રામદેવસિંહ રાણા, નિકુંજભાઇ ધીરજલાલ મારવીયા, મેહુલસિંહ નાનુભા ચુડાસમા, રધુવીરસિંહ ભરતસિંહ જાડેજા નાઓ દ્રારા કામગીરી કરવામાં આવેલ છે.

(10:15 PM IST)