News of Friday, 29th May 2026
મેડીકલ સ્ટાફ માટે ક્રિકેટ લીગ ટૂર્નામેન્ટનો સાંજથી પ્રારંભ
ગ્રીન ફિલ્ડ ગ્રાઉન્ડમાં ત્રણ દિવસીય મુકાબલો : ૧ર ટીમો મેદાનમાં ૩૧મીએ સેમીફાઇનલ : વિજેતા ટીમને રૂા. રપ,પપપ નું ઇનામ

રાજકોટ, તા. ર૯ : રાજકોટ શહેરમાં આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા ડૉકટરો અને હોસ્પિટલ સ્ટાફ માટે અનોખી ક્રિકેટ સ્પર્ધા ‘‘એચ.પી.એલ. ર૦ર૬ હોસ્પિટલ પ્રીમીયર લીગ'' ક્રિકેટ ટુર્નામન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી તા. ર૯, ૩૦ અને ૩૧ મે દરમિયાન જામનગર રોડ સ્થિત ગ્રીન ફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. રોજ સાંજે પ વાગ્યાથી રાત્રે ૧ર વાગ્યા સુધી રમાશે.
આ ટુર્નામેન્ટમાં કુલ ૧ર ટીમોને એન્ટ્રી આપવામાં આવી છે અને દરેક ટીમ માટે રૂા. ૧પ,૦૦૦ એન્ટ્રી ફી નક્કી કરવામાં આવી છે. આયોજકો દ્વારા ત્રણ દિવસ માટે ખેલાડીઓ અને ટીમ સભ્યોને અનલિમિટેડ ફુડ અને કોલ્ડ ડ્રીંકસની સુવિધા પણ આપવામાં આવશે.
ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રૂા. રપ,પપપ નું રોકડ ઇનામ તથા રનર અપ ટીમને રૂા. ૧૮,પપપ નું ઇનામ આપવામાં આવશે. ઉપરાંત મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર અને મેન ઓફ ધ સિરીઝ જેવા વ્યકિતગત એવોર્ડ સાથે ટ્રોફી, કેપ અને ગિફટ પણ આપવામાં આવશે. તમામ ખેલાડીઓને ખાસ ટી-શર્ટ આપવામાં આવશે.
આ આયોજનમાં જેતપુર - જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા અને સંજયભાઇ જોટંગીયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આયોજકોનું કહેવું છે કે આરોગ્ય ક્ષેત્રમાં સતત વ્યસ્ત રહેતા ડોકટરો અને હોસ્પિટલ કર્મચારીઓ માટે મનોરંજન, એકતા અને રમતગમતની ભાવના વધારવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
ટુર્નામેન્ટને વિવિધ હોસ્પિટલ અને મેડિકલ સંસ્થાઓનો સહયોગ પણ મળી રહ્યો છે. આયોજક તરીકે કવિ જીજ્ઞેશ, કિશન વાણિયા, જાવેદ છાછર, કેલ્વિન મોરી, દીપક પરમાર, જોગી જોગરાણા અને વનરાજ વાણિયા સહિતના સભ્યો જોડાયેલા છે. તેમજ હિરેન જોટાગીયા, ચિરાગ સરવૈયા, ભાવિક ડાભી, દેવ આહિર, અનિલ સોલંકી, નથરાજ ઓડેદરા, ભાવેશ ભલગરિયા, ધર્મેન્દ્ર ગોહિલ, ચંદુ પરમાર અને સચીન બાબરીયા સહિતના સભ્યો આ ટુર્નામેન્ટે સફળ બનાવવા સહયોગ આપી રહ્યા છે.
આ ટુર્નામેન્ટમાં સ્પોન્સર તરીકે પ્લેકસસ હોસ્પિટલ, બેકબોન હોસ્પિટલ, લેન્ડમાર્ક હોસ્પિટલ, એપોલો હોમકેર, અર્બન જંગલ, ધ પટારો મેન્સ વેર, શ્રી બાલાજી એમ્બ્યુલન્સ સર્વિસ, વર્ક અવે, ડી.ડી. મેડીકલ, પ્રગતિ ઇનસ્યુરન્સ, પેસ્ટ કંટ્રોલ સર્વિસ, આરાધના એજયુકેશન, ઓરબીટ કાર્ડિયાક સેન્ટર, ઔરેલીયસ ફાયર એન્ડ સેફટી જોડાયા છે. રાજકોટમાં પ્રથમવાર માત્ર હોસ્પિટલ અને મેડિકલ ક્ષેત્રના લોકો માટે આ પ્રકારની વિશેષ ક્રિકેટ લીગ યોજાતા આરોગ્ય ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ટુર્નામેન્ટના પ્રથમ દિવસે પુલ-એ અને પુલ-બીની ટીમો વચ્ચે પાંચ મેચ રમાશે. જેમાં ગિરિરાજ હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, ઓર્બિટ હોસ્પિટલ, સદ્દભાવના હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ અને બીટીએસકેએચ લાયન્સ જેવી ટીમો મેદાનમાં ઉતરશે.
બીજા દિવસે પુલ-સી અને પુલ-ડીની ટીમો વચ્ચે મેચો યોજાશે. તેમાં બેકબોન હોસ્પિટલ, બ્લેક પર્લ, મધુરમ હોસ્પિટલ, શિવ હોસ્પિટલ તેમજ ‘‘ધ પટારો-૧૧'' અને ‘‘ધ લેજેન્ડ-૧૧'' જેવી ટીમો વચ્ચે ટક્કર થશે.
ત્રીજા દિવસે અંતિમ લીગ મેચ બાદ સેમિફાઇનલ મુકાબલા યોજાશે. રાત્રે ૮:૩૦ વાગ્યે પુલ-એ અને પુલ-બીના વિજેતાઓ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ રમાશે. જયારે ૧૦ વાગ્યે પુલ-સી અને પુલ-ડીના વિજેતાઓ વચ્ચે બીજી સેમિફાઇનલ યોજાશે. રાત્રે ૧૧:પપ વાગ્યે બન્ને સેમિફાઇનલના વિજેતાઓ વચ્ચે ભવ્ય ફાઇનલ મેચ રમાશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જીજ્ઞેશભાઇ કવિ, દિપકભાઇ પરમાર, હિરેન જોટંગીયા, મિતભાઇ ભટ્ટી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:25 PM IST)










