તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
રાજકોટમાં iPhone-18 ખરીદવા જબરો ક્રેઝ : શો-રૂમ પર પડાપડી
ભાવ વધ્યો તો વધ્યો... મોબાઈલ પ્રેમીઓનો ક્રેઝ ન ઘટયોઃ સ્ટોક ખૂટવા લાગ્યો, ડિમાન્ડે મોબાઈલ માર્કેટમાં ધૂમ મચાવી : નવા iPhoneના સ્વાગતમાં ગ્રાહકોનું કેક કટિંગ સ્ટોર પર પ્રથમ ગ્રાહકોનું અનોખું સેલિબ્રેશન ભાવ વધારો પણ ક્રેઝને રોકી શક્યો નથી

રાજકોટઃ રાજકોટના મોબાઈલ માર્કેટમાં નવા iPhone 18ની એન્ટ્રી સાથે જ મોબાઈલ પ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. iPhone 18 ખરીદવા માટે ગ્રાહકોમાં જાણે પડાપડી થઈ હોય તેવો માહોલ સર્જાયો છે. નવા મોડલના લેટેસ્ટ ફીચર્સ અને નવી ટેક્રોલોજીનો અનુભવ મેળવવા માટે ગ્રાહકો સ્ટોર પર પહોંચી રહ્યા છે.
નવા iPhoneને લઈને રાજકોટના મોબાઈલ સ્ટોર્સમાં પણ ખાસ તૈયારીઓ જોવા મળી રહી છે.iPhone 18 ખરીદવા આવેલા ગ્રાહકોનું સ્ટોર સંચાલકો દ્વારા કેક કટિગ કરાવીને અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા ફોનની ખરીદી ગ્રાહકો માટે જાણે સેલિબ્રેશન બની ગઈ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
ઉમિયા મોબાઈલના કિશોરભાઈ પટેલ, રામદેવ મોબાઈલના કેતનભાઈ પટેલ અને ડીવાઈન મોબાઈલના જીગ્નેશ પરસાણાના જણાવ્યા મુજબ, iPhone 18 ની ડિમાન્ડ સામે હાલમાં સ્ટોક ઓછો છે. ગ્રાહકોમાં નવા iPhoneને લઈને ભારે ઉત્સાહ હોવાથી ઉપલબ્ધ સ્ટોક ઝડપથી વેચાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે ભાવમાં વધારો થયો હોવા છતાં મોબાઈલ પ્રેમીઓના ક્રેઝમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળતો નથી.
મોબાઈલ સ્ટોર સંચાલકોના જણાવ્યા મુજબ, iPhoneની ખરીદી માત્ર જરૂરિયાત પૂરતી સીમિત રહી નથી, પરંતુ ઘણા ગ્રાહકો માટે લેટેસ્ટ iPhone સ્ટેટસ અને ટેક્રોલોજીનો ક્રેઝ પણ બની ગયો છે. રાજકોટમાં iPhone 18 ૮ની ડિમાન્ડ અને ગ્રાહકોનો ઉત્સાહ જોતા આગામી દિવસોમાં પણ વેચાણમાં તેજી રહેવાની શક્યતા છે.(૩૮.૪૨)
(2:52 PM IST)










