તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 10th November 2026
રૈયાના ખોડીયારનગરમાં ફટાકડા મામલે ડખ્ખોઃ ફીઝા નામની યુવતિએ માણસો બોલાવી પાડોશી રણજીતભાઇપરમારના ૨૪.૯૫ લાખના આઠ વાહનો સળગાવી દીધા
ઘરમાં પણ બોટલોના ઘા કરાવતાં દોઢ લાખની નુકસાનીઃ યુનિવર્સિટી પોલીસે ફીઝા અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો

રાજકોટઃ શહેરમાં દિવાળીની રાતે ફટાકડા ફોડવા મામલે થયેલી માથાકુટની સાથે સાથે એક મોટો ડખ્ખો થયો હતો. રૈયા ગામમાં રહેતાં પરમાર પરિવારના બાળકો ફટાકડા ફોડતાં હોઇ આ બાબતે પાડોશી ફીઝાબેન અને તેના માતાને પરમાર પરિવારના દિકરા-વહુ સાથે બોલાચાલી થઇ હતી. બાદમાં ફીઝાબેને હું આનો બદલો લઇશ તેમ કહ્યા બાદ પરમાર પરિવારના લોકો મોરબી તેમના બીજા ઘરે જવા નીકળ્યા એ પછી પાડોશી યુવતિએ માણસો બોલાવી ઘર ઉપર બોટલોના ઘા કરાવી તોડફોડ કરાવડાવી તેમજ બે કાર, જીપ, બૂલેટ, બે એક્ટીવા અને આર-૧૫ બાઇક, એક પલ્સર મળી ૮ વાહનો સળગાવી દઇ કુલ રૂા. ૨૬.૫૦ લાખની નુકસાની કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા ગામ મુક્તિધામની સામેની શેરીમાં ખોડીયારનગર ખાતે રહેતાં એવીપીટીના નિવૃત કર્મચારી અને રેવન્યુનું કામ કરતાં રણજીતભાઇ ધુડાજીભાઇ પરમાર (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી તેમના જ પાડોશી ફીઝાબેન અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓ ભાગી ગયા હોઇ પોલીસે તપાસ શરૂ કરી છે.
(6:24 PM IST)










