<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

વિસામણ દેરાસરના આંગણે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી મુનિસુવ્રત સ્‍વામી ભગવાનનો ભવ્‍ય પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

કણકોટ ગામ, તા.વાંકાનેર ખાતે ભવ્‍ય ધર્મોત્‍સવમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ દર્શન-વંદનનો લાભ લીધો : પૂ.આ.ભ. લબ્‍ધિપ્રભ સૂરીશ્વરજી મ.સા.,પૂ. ક્રાંતિકારી વિચારક પ્રવચન પ્રભાવક અધ્‍યાત્‍મ ચિંતક આચાર્ય ભગવંત શ્રી વિજય જયપ્રભ સૂરીશ્વરજી મ.સા. (જે.પી.ગુરૂદેવ) પૂ. મુનિરાજ શ્રી જિનશાસન વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી જિનદર્શન વિજયજી મ.સા. આદિ ઠાણા - ૪ની પાવન નિશ્રામાં દ્વારોઘાટન

રાજકોટ તા.૨૨: વિસામણ ઈન્‍ફ્રા પ્રોજેક્‍ટ્‍સ લિમિટેડ, રાજકોટ - વાંકાનેર હાઈ-વે પર કણકોટ - ફેક્‍ટરીના આંગણે મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી મુનિસુવ્રત સ્‍વામી ભગવાન આદિ તીર્થંકર પ્રભુ તથા ગણધર ભગવંત, દેવ-દેવીની સંક્ષિપ્ત અંજનશલાકા - પ્રતિષ્ઠા મહોતસવ પ્રસંગે પૂ.આ.ભ. લબ્‍ધિપ્રભ સૂરીશ્વરજી મ.સા.,પૂ. ક્રાંતિકારી વિચારક પ્રવચન પ્રભાવક અધ્‍યાત્‍મ ચિંતક આચાર્ય ભગવંત શ્રી વિજય જયપ્રભ સૂરીશ્વરજી મ.સા. (જે.પી.ગુરુદેવ) પૂ. મુનિરાજ શ્રી જિનશાસન વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી જિનદર્શન વિજયજી મ.સા. આદિ ઠાણા - ૪ની પાવન નિશ્રામાં સંપન્ન થયો હતો.

આ પ્રસંગે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ પ્રભુ ભક્‍તિ અને ગુરૂભાગવંતોના આશીર્વાદ લીધા હતા. સાથે રાજકોટ જૈન તપાગચ્‍છ સંઘ પ્રમુખ જીતુભાઈ ચાવાળા તથા ટ્રસ્‍ટી શ્રેણીકભાઈ દોશી,તરુણભાઇ કોઠારી, વાંકાનેર સંઘ, બોટાદ સંઘ ઉપસ્‍થિત રહ્યા હતા.

પૂ.જે.પી.ગુરુદેવે ફરમાવેલ કે પરમાત્‍માની પ્રતિષ્ઠા એટલે આપણા ભીતરમાં જગાવવાની પ્રભુ ભક્‍તિની નિષ્ઠા.પરમાત્‍માને બિરાજમાન કર્યા બાદ દરેક વ્‍યક્‍તિએ પોતાના આત્‍માનું કલ્‍યાણ કરવા અવશ્‍ય ધ્‍યાન ધરવું જોઈએ કારણ કે ધ્‍યાન થકી જ આપણે માનસિક શાંતિ, શારીરિક સ્‍વાસ્‍થ્‍ય, પારિવારિક ખુશી, જીવનના દરેક કાર્યોમાં સફળતા અને સ્‍વભાવ પરિવર્તન પ્રાપ્ત થાય છે.

ગઈ કાલે પંચમ દિને પૂ . શાસન સમ્રાટ આચાર્ય દેવ શ્રી વિજય નેમિ સૂરીશ્વરજી મ.સા.ની ૧૧૮મો દીક્ષા દિવસ, વિશ્વ યોગ દિવસ અને ફાધર ડેના ત્રિવેણી સંગમ દિવસ નિમિતે વિશેષ કાર્યક્રમમાં પૂ. જે.પી.ગુરુદેવ દ્વારા જૈન યોગનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

પૂ.ગુરુદેવે કણકોટ જૈન દેરાસરથી online Zoom meeting ના માધ્‍યમે લગભગ ૫૦૦ લોકોને સ્‍પેશિયલ જૈન યોગ સાધના કરાવેલ અને ફાધર્સ ડે નિમિત્તે દરેક સંતાનોને પિતાનું વિશેષ મહત્‍વ સમજવું ખાસ જરૂરી છે કારણ કે, માતા એ પરિવારનું હૃદય છે તો પિતાએ પરિવારનું મસ્‍તક છે.

પોતાની આખી જિંદગીની મહેનતની કમાણી માત્ર સંતાનોના ઉજ્‍વળ અભ્‍યાસ થકી સફળ ભવિષ્‍ય નિર્મિત કરવા કેટલા કટીબદ્ધ રહે છે માટે પિતાને કદી દુઃખી નહીં કરવા અને પિતાની ખૂબ સેવા કરવી.

પ્રથમ દિવસ તા.૧૯ને ગુરુવારના રોજ સવારે ૧૦ કલાકે વિવિધ પૂજનનો પ્રારંભ ક્ષેત્રપાલ પૂજન, માણેક સ્‍થંભ સ્‍થાપના, તોરણ સ્‍થાપના લઘુ નંદાવર્ત સવારે દશ દિક્‍પાલ પૂજન સોળ વિદ્યાદેવી પૂજન, ભૈરવ પૂજન. નવગ્રહ પૂજન અષ્ટ મંગલ પૂજન લઘુ વીશસ્‍થાનક, લઘુ સિદ્ધચક્ર પૂજન, પૂજન આદિ સર્વ પૂજન યોજાયા હતા.

પંચ દિવસીય કાર્યક્રમના દ્વિતીય દિવસ તા. ૧૯ને શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે માતા - પિતા, ઈન્‍દ્ર - ઈન્‍દ્રાણીની સ્‍થાપના ચ્‍યવન કલ્‍યાણક દિવ્‍ય વિધાન. દેવીપૂજન યોજાયું હતું. ઇન્‍દ્ર તથા ઈન્‍દ્રાણી તરીકે સુરેશભાઈ તથા ઇલાબેન અને પ્રભુજીના માતા તરીકે અવનિબેન અને પિતા તરીકે મિતુલભાઈએ લાભ લીધો હતો

 તળતીય દિવસ તા.૨૦ ને શનિવાર સવારે ૧૦ કલાકે જન્‍મ કલ્‍યાણક વિધાન, ૫૬ દિક્કુમારી જન્‍મ મહોત્‍સવ, મેરુ અભિષેક, નૂતન પ્રતિમાના ૧૮ અભિષેક, પ્રિયંવદા દાસી દ્વારા જન્‍મ વધાઈ, ફૈઆરૂ - નામકરણ, મામેરું લગ્ન રાજ્‍યાભિષેક, રાજ્‍ય તિલક, ૯ લોકાંતિક દેવો દ્વારા વિનંતી, દીક્ષા કલ્‍યાણકનું વિધાન, મધ્‍ય રાત્રિ શુભ મુહૂર્ત પર અધિવાસના તેમજ અંજન શલાકા યોજાયા હતા. ગઈકાલે ચતુર્થ દિવસ તા.૨૧ને રવિવારના રોજ વહેલી પ્રભાતે પ્રથમ દર્શન, નિર્વાણ કલ્‍યાણકના ૧૦૮ અભિષેક સવારે શુભ મુહૂર્તે પરમાત્‍મા, ગણધર, દેવ - દેવીની પ્રતિષ્ઠા બપોરે ૧૨.૩૯ શ્રી લઘુ શાંતિ તાાત્ર પૂજન યોજાયુ હતું.

આજે પંચમ દિવસ તા.૨૨ સોમવારના રોજ સવારે શુભ મુહૂર્તે જિનાલય દ્વારોઘાટન યોજાયુ હતું. સમગ્ર પ્રસંગે વિધિકાર તરીકે સંજયભાઈ શાહ (બોરસદ વાળા) અમદાવાદ તથા સંગીતકાર તરીકે પ્રતાપભાઈ શાહે રમઝટ બોલાવી હતી.(૨.૨૧)

અકિલા હંમેશા સકારાત્‍મક અને લોકાભિમુખ સમાચારોમાં અગ્રેસરઃ પૂ.જે.પી.ગુરૂદેવ

રાજકોટઃ વિસામણ દેરાસરના પ્રતિષ્ઠા મહોત્‍સવ દરમિયાન અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂ. જે.પી.ગુરુદેવે જણાવેલ કે, અકિલા હંમેશા સકારાત્‍મક અને લોકાભિમુખ પ્રશ્નો સાથે સમાચારોમાં અગ્રેસર છે.

પૂ.શ્રી એ વધુમાં જણાવેલ કે, આજે રાજકોટમાં અનેક અખબારો છે પણ અકિલા એ સાંજે લોકોને સમાચાર વાંચવાનો ચસકો લગાડી દીધો છે.(૨.૨૧)

પૂ.આ.ભ. લબ્‍ધિપ્રભ સૂરિશ્વરજી મ.સા., પૂ.આ.ભ. જે.પી. ગુરૂદેવ આ.ઠા.-૪નું કાલે મણિયાર દેરાસર ખાતે પદાર્પણ

રાજકોટઃ કણકોટ મુકામે વિસામણ દેરાસરની ભવ્‍ય અંજનશલાકા તથા પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન કરી પૂ.આ.ભ. લબ્‍ધિપ્રભ સૂરિશ્વરજી મ.સા., પૂ.આ.ભ. જે.પી. ગુરૂદેવ આ.ઠા.-૪ રાજકોટ તરફ વિહાર કર્યો છે. આવતીકાલે મંગળવાર તા.૨૩ના રોજ મણિયાર દેરાસર ખાતે પ્રવેશ કરી તા.૩૦ સુધી સ્‍થિરતાના ભાવ ધરાવે છે. દર્શન-વંદનનો લાભ લેવા રાજકોટ જૈન તપગચ્‍છ સંઘ પ્રમુખ જીતુભાઇ ચાવાળાની યાદીમાં જણાવાયું છે.

 

(3:30 PM IST)