<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

૫૬ બાળાઓના રાસની તાલીમથી ધારેશ્‍વર મંદિરનું આંગણું બન્‍યું ગરબામય

રાજકોટઃ નવલા નોરતા ને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. શહેરભરમાં ગરબી મંડળો માં બાળાઓ દ્વારા અવનવા રાસ ની તાલીમ લઈ રહી છે ત્‍યારે ધારેશ્વર મહોત્‍સવ સમિતિ જય અંબે ગરબી મંડળ દ્વારા ભક્‍તિનગર સર્કલ ધારેશ્વર મહાદેવ મંદિર ના પટાંગણમાં ૫૬ બાળાઓ રાસ ની તાલીમ લઈ રહી છે. ગાયકો દિનેશભાઇ ત્રિવેદી, તેજરા, નીતાબેન અને કલ્‍પનાબા સાથે મંજીરા માં જગદીશભાઈ ટાંક, ઢોલક દિનેશ ભાઈ જોશી, ધવલભાઈ, ઓમભાઈ અને પેટી માં દિનેશભાઇ ત્રિવેદી સેવા આપી રહ્યા છે. દાંડિયારાસ, ટીપની રસ, તાલી રાસ, ભુવા રાસ, મહાકાળી રાસ ની બાળાઓ રમઝટ બોલાવી રહી છે. સતત બાવનમાં વર્ષે ગરબીનું આયોજન કરવામાં આવેલ છે. તસ્‍વીર માં  રાસ ગરબાની તાલીમ લેતી બાળાઓ અને સંગીતવાદકો તેમજ આયોજકો નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથ રિયા)

(2:53 PM IST)