તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
ચાચર ચોકનું આંગણું ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયું : ભક્તિમય વાતાવરણ

રાજકોટ : ધોળકિયા સ્કૂલ પ્રાચીન નવરાત્રી-૨૦૨૬માં આઠમના પાવન નોરતે મા મોગલનાં દર્શન કરવા રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ચાચર ચોકનું સમગ્ર આંગણું ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાના દિવ્ય રંગે રંગાયું હતું. મહાગૌરી માતાજીના સ્વરૂપની પૂજા-અર્ચના સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ પાવન અવસરે પ્રાચીન સંસ્કળતિ અને પરંપરાની ઝાંખી કરાવતા એકથી એક ચડિયાતા રાસ-ગરબાની ભવ્ય પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ‘કનૈયા મોરલીવાળા', ‘ધન્ય માં તું જોગણી', ‘ઢોલાજી હાલ્યા', ‘તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે' અને ‘ઘોર અંધારી રે રાતલડીમાં' જેવા લોકપ્રિય રાસ-ગરબાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. પરંપરાગત ગરબાની રમઝટ, માતાજીની આરાધના અને લોકસંસ્કળતિના અનોખા સંગમે ચાચર ચોકને ભક્તિ અને આનંદના રંગે તરબોળ કરી દીધો હતો.
આ પ્રસંગે સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજએ નવદુર્ગા સ્વરૂપા દીકરીઓને આશીર્વાદ પાઠવી તેમના જીવનમાં સંસ્કાર, શક્તિ અને સદવિચારનો પ્રકાશ પથરાય તેવી મંગલકામના વ્યક્ત કરી હતી.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા તથા પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા ઉપરાંત દ્વારકાધીશ મંદિરના પૂજારી વૈભવ ભાઈ તથા બેટ દ્વારકા મંદિરના પુજારી આદિત્યભાઈએ પણ પધારી પ્રાચીન નવરાત્રીના ભક્તિમય માહોલનો આનંદ માણ્યો હતો.
(3:02 PM IST)










