<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

‘વ્‍યાજખોરો હવે જીવવા નહિ દે' તેમ કહી ઘરેથી નીકળી ગયા'તાઃ દંપતિને મરવા મજબૂર કરનાર મહિલા વ્‍યાજખોર સહિત ૩ ઝડપાયા

ભક્તિનગર પોલીસે મૃતક રમેશભાઇના પિતા માવજીભાઇ ચાવડાની ફરિયાદ પરથી ફકરૂનીશા બુખારી, ગોગન બંધીયા, નીઝામ ઢુસા, અજયસિંહ અને ઍક બાપુ વિરૂધ્ધ મનીલેન્ડ અને મરી જવા મજબૂર કરવાનો ગુનો નોîધ્યોઃ પીઆઇ જે. ડી. પરમાર, પીઍસઆઇ જે. બી. રાણીંગા, ઍઍસઆઇ નિલેષભાઇ મકવાણાઍ ડીસીપી હેતલ પટેલ, ઍસીપી બી. વી. જાધવની રાહબરીમાં કાર્યવાહી કરી

વ્‍યાજખોરોને ચુકવવા રમેશભાઇએ ૨૦ દિવસ પહેલા જ પિત્રાઇ લક્ષ્મીદાસ ચાવડા પાસેથી ૫ લાખ લઇ વ્‍યાજખોરોને ચુકવી દીધા હતાં: રવિવારે પિતાને સાથે લઇ વધુ ૮ લાખ લેવા જતાં ભાઇએ પૃછા કરતાં વ્‍યાજખોરીમાં ફસાયાની હકિકત જણાવી હતીઃ રમેશભાઇએ પિતાને કહેલું-વ્‍યાજ ચુકવવામાં એવું ચક્કર ફરી ગયું છે કે કોઇ રીતે ભેગુ થાય એમ નથી :  છ દિવસ સુધી દરરોજનું રૂ.૪૨ હજાર વ્‍યાજ ભર્યુ હતું: ૨૬મીએ ૭ લાખ ન આપે તો ૭૦ હજાર દેવા પડશે તેવું ફકરૂનીશાએ કહી ધમકી દેતાં રમેશભાઇ રાતોરાત નાણા ગોતવા નીકળ્‍યાઃ પણ મેળ ન પડતાં અંતે પત્‍નિ સાથે મળી મોત મેળવ્‍યું : અજયસિંહ પાસેથી ૨ લાખ લઇ વ્‍યાજ સહિત ચુકવી દીધા છતાં ફોન કરી ધંધાના સ્‍થળે આવી ધમકી આપ્‍યાનો આરોપ  :  એક બાપુ વ્‍યાજના બદલામાં સેલારીયો કાર પડાવી ગયા હતાં: તેના સહિત બધા વ્‍યાજ માટે સતત હેરાન કરતાં હતાં : ગોગન  બંધીયા પાસેથી ત્રણ મહીના પહેલા સાડા ચાર લાખ ફકરૂનીશા બુખારી મારફતે લઇ રૂ.૨૧ લાખ ચુકવી દીધા હતાં છતાં ૪ દિવસ પહેલા તેને હજુ રૂા. ૨૦ લાખ આપવાના છે તેવું લખાણ રમેશભાઇ પાસે કરાવડાવી તેની અને તેના પત્‍નિ ભારતીબેનની સહીઓ લઇ લીધી હતીઃ ચેક પણ લઇ લીધા હતાં:પછી પણ હજુ વધુ વ્‍યાજ માટે સતત દબાણ કરી ધમકી આપતો હતો :  રમેશભાઇ અને પત્‍નિ ભારતીબેનના મોબાઇલમાંથી  નીશામેમ (ફકરૂનીશા)ને રૂપિયા મોકલ્‍યાની, વ્‍યાજના રૂપીયાની વાતચીતની ચેટ તેમજ ગોગન બંધીયાને નાણા દીધાની, એકાઉન્‍ટ, વ્‍યાજના રૂપિયા ઓનલાઇન ચુકવ્‍યાની ચેટ, ફોટા મળ્‍યા : ફકરૂનીશા બુખારી ગુંદાવાડીમાં કામ કરતી ત્‍યાં રમેશભાઇ, ભારતીબેન કપડા લેવા જતાં ઓળખાણ થઇ હતીઃ તેની પાસેથી ૪.૫૦ લાખ લઇ ૧૫ લાખથી વધુ ચુકયા છતાં ૯ લાખનું લખાણ કરાવી વધુ ને વધુ વ્‍યાજની ઉઘરાણી ચાલુ રાખી હતી :  ગોગન કાળાભાઇ બંધીયા (જામનગર), ફકરૂનીશા બુખારી (ભગવતીપરા) અને નીઝામ અબ્‍બાસભાઇ ઢુસા (પોપટપરા)ની ધરપકડ 

રાજકોટ તા. ૨૭: કૃષ્‍ણનગરમાં રહેતાં લસણના વેપારી યુવાને અટીકાના પોતાના કારખાનામાં પત્‍નિ સાથે આપઘાત કરી લીધાના બનાવમાં ભક્‍તિનગર પોલીસે મહિલા સહિત પાંચ વ્‍યાજખોરો સામે ગુનો દાખલ કરી ત્રણને દબોચી લઇ આકરી કાર્યવાહી શરૂ કરી છે. આપઘાત પુર્વે રમેશભાઇ અને તેના પત્‍નિ ભારતીબેને પિતા માવજીભાઇ ચાવડા સમક્ષ રડીને કહ્યું હતું કે-હવે અમે વ્‍યાજખોરોથી થાકી ગયા છીએ, હવે ક્‍યાંયથી રૂપિયા ભેગા થાય એમ નથી. આ લોકો અમને જીવવા નહિ દે. તેમ કહી બંને માવજીભાઇની નજર ચુકવી ઘરેથી નીકળી ગયા હતાં અને કારખાને જઇ જીવ આપી દીધો હતો. વ્‍યાજખોરોએ કેટલી હદે હેરાન કર્યા તેની હકિકત પોલીસ ફરિયાદમાં જણાવાઇ છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે પત્‍નિ ભારતીબેન સાથે આપઘાત કરી લેનારા લસણના વેપારી રમેશભાઇ માવજીભાઇ ચાવડા (ઉ.વ.૪૦)ના પિતા કૃષ્‍ણનગર-૧૨ ચામુંડા કૃપા ખાતે રહેતાં માવજીભાઇ કાનજીભાઇ ચાવડા-કોળી (ઉ.વ.૬૮)ની ફરિયાદ પરથી ટ્રાન્‍સપોર્ટના ધંધાર્થી ગોગન કારાભાઇ બંધીયા (ઉ.વ.૪૨, રહે. લાલપુર રોડ, પટેલ પાર્કની પાછળ ગોકુલ દર્શન શેરી નં. ૧૨, મકાન નં. ૧૧૨ જામનગર), ફકરૂનીશા મહમદહુશેન બુખારી (ઉ.વ.૩૬-રહે. ભગવતીપરા એ.જી. પાર્ક બ્‍લોક નં. ૯) અને નીઝામ અબ્‍બાઇભાઇ ઢુસા (રહે. પોપટપરા  શેરી નં. ૧૬, પ્રકાશ પ્રોવીઝનવાળી શેરી), તેમજ અજયસિંહ અને વ્‍યાજના રૂપિયા માટે સેલેરીયો કાર લઇ જનારા બાપુ તથા તપાસમાં ખુલે તેની સામે મનીલેન્‍ડર્સ એક્‍ટ અને મરી જવા મબજૂર કર્યાની કલમો હેઠળ ગુનો નોંધી રાતો રાત મહિલા વ્‍યાજખોર ફકરૂનીશા તેમજ ટ્રાન્‍સપોર્ટર ગોગન અને નીઝામને સકંજામાં લઇ લીધા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ શરૂઆતમાં ફકરૂનીશાએ ગોગન પાસે નાણા અપાવ્‍યા હતાં અને પોતે પણ ઉંચા વ્‍યાજે નાણા આપતી હતી. તેણીએ જ જો ૨૬મીએ ૭ લાખ નહિ મળે તો રોજના ૭૦ હજાર વસુલવામાં આવશે તેવી ધમકી આપી હોઇ રાતોરાત રમેશભાઇ નાણા ભેગા કરવા નીકળ્‍યા હતાં. પણ મેળ ન પડતાં પત્‍નિ સાથે મોતનો રસ્‍તો અપનાવવા મજબૂર થયા હતા. માવજીભાઇ ચાવડાએ જણાવ્‍યું છે કે મારે સંતાનમાં એક દિકરો તથા બે દિકરીઓ છે જેમાં સૌથી મોટી દિકરી સંગીતાબેને અશ્વીનભાઇ મકવાણા છે જે જામનગર રોડ ઉપર બજરંગ વાડીમાં તેના પરીવાર સાથે રહે છે. તેનાથી નાની દિકરી કાજલબેન અશોકભાઇ છત્રાળા છે જે જુનાગઢ સાસરે છે તથા સૌથી નાનો દિકરો રમેશભાઈ જે મારી સથે જ તેના પરીવાર સાથે રહેતો હતો. રમેશ તેના પત્‍નિ ભારતી સાથે  છેલ્લા બારેક વર્ષથી અટીકા ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં ફાટકથી આગળ દેવકી કારખાનાવાળી શેરીમાં ઉમીયા પાનની સામે આવેલ જગદીશભાઇ પટેલનુ કારખાનુ ભાડે રાખી મશીનમાં લસણ ફોલવાનુ કારખાનુ ચલાવી અને લસણનો વેપાર ધંધો કરતો હતો. રમેશ અને ભારતીને સંતાનમાં એક દિકરો જય ૧૫ વર્ષનો છે.

 દિકરો રમેશ તથા તેના પત્‍નિ ભારતી બંને દરરોજ સવારે સાત વાગ્‍યે અટીકામાં આવેલ કારખાને જતા હોય છે. રવિવારે પણ  સવારએ સાતેક વાગ્‍યાના અરસામાં અમારા ઘરેથી કારખાને જવા માટે નીકળેલ હતા. ત્‍યારબાદ સાંજના પાંચેક વાગ્‍યાના અરસામાં રમેશનો મને ફોન આવ્‍યો હતો અને કહ્યું હતું કે- તમે તૈયાર થઇ જાવ હુ હમણા ઘરે આવુ છું, આપણે લક્ષ્મીદાસને ત્‍યા તેના ગેરેજે જવાનુ છે. આ પછી થોડીવારમાં દિકરો રમેશ મને લેવા આવતાં અમે બંને બાઇક પર કોરાટ ચોકમાં મારા સગા ભાઇના દિકરા લક્ષ્મીદાસ દેવશીભાઇ ચાવડાના ગેરેજ ખાતે ગયા હતાં. જ્‍યાં રમેશે મારા ભત્રીજા લક્ષ્મીદાસ પાસે રૂ.૮ લાખ માંગ્‍યા હતાં. જેથી મારા ભત્રીજાએ મારા દિકરા રમેશને કહેલું કે- હમણાં જ વીસ દિવસ પહેલા જ રૂપિયા પાંચ લાખ આપ્‍યા છે, તારે પાછા રૂ.૮ લાખને શુ કરવા છે?

ત્‍યારે રમેશએ લક્ષ્મીદાસને કહેલ કે મારે આ રૂ.૮ લાખ ગોગન બંધીયાને દેવાના છે.આથી લક્ષ્મીદાસે કઇ રીતે રૂપીયા લીધા છે? તે પુછતાં રમેશે જણાવેલું કે મેં પહેલા રૂ.૨ લાખ લીધેલ, ત્‍યારબાદ પાછા રૂ.૨ લાખ લીધેલ. ત્‍યારબાદ આ રૂપીયાના વ્‍યાજમાં ન પહોચાયેલ તો ફરી પાછા રૂ.૧ લાખ લીધેલ છે. આમ કુલ રૂ.૮ લાખ વ્‍યાજે લીધેલ છે અને આ રૂ.૮ લાખમાંથી રૂ.૧ લાખ ભરી દીધા છે અને રૂ.૭ લાખ ભરવાના છે જો તમે મને રૂ.૭ લાખ ન આપો તો મારે તા.૨૬/૧૦/૨૦૨૬ પછી દરરોજના રૂ.૭૦ હજાર વ્‍યાજના આપવા પડશે. ત્‍યારે લક્ષ્મીદાસે રમેશને કહેલ કે રૂ.૭૦ હજાર કેમ? આથી રમેશએ કહેલ કે મેં હાલમાં દરરોજનુ રૂ.૪૨ હજાર વ્‍યાજ છ દિવસથી ભરવાનુ ચાલુ કરેલ છે. અગાઉ હું  દરરોજનુ રૂ.૨૦ હજાર વ્‍યાજ ભરતો હતો. આ વ્‍યાજ હુ ગોગનને ભરતો હતો. રાત્રીના સવા નવ વાગ્‍યા સુધી આ રીતે વાતચીત ત્‍યાં લક્ષ્મીદાસના ગેરેજ ખાતે  હતી. એ વખતે મારો દિકરો રમેશ ખુબ જ ટેન્‍શનમાં હતો.

ત્‍યારબાદ આ લક્ષ્મીદાસના ગેરેજથી હું તથા ે દિકરો રમેશ બંને અમારા ઘરે આવી ગયા હતાં. રાત્રીના દસેક વાગ્‍યા જેટલો સમય થયો હશે ત્‍યારે રમેશની પત્‍નિભારતી પણ કારખાનેથી ઘરે આવી ગઇ હતી. તેણી પણ ખુબ જ ટેન્‍શનમાં હોય તેવુ મને  લાગ્‍યું હતું. ભારતી તથા રમેશ બંનેને એક લસણનો ઓર્ડર આવતાં અમારા ઘરે લસણ હતુ તે લઇ બંને રાતે સવા દસેક વાગ્‍યે લસણ આપવા નીકળી બાદમાં સાડા દસેક વાગ્‍યે પરત આવી ગયા હતાં. ત્‍યારબાદ રાત્રીના અગીયારેક વાગ્‍યાના અરસામાં દિકરા-વહૂએ વાત કરી હતી કે વ્‍યાજના રૂપીયાવાળા ખુબજ હેરાન કરે છે. અમે ગોગન  બંધીયા પાસેથી ત્રણ મહીના પહેલા સાડા ચાર લાખ લીધેલ હતાં, તે ફકરૂનીશા બુખારી મારફતે લીધેલ હતાં. આ સાડા ચાર લાખના બદલામાં મેં ગોગનને ને રૂ.૨૧ લાખ ચુકવી દીધા છે. તેમ છતા ચારેક દિવસ પહેલા મારી પાસે હજુ તેને રૂ.૨૦ લાખ આપવાના તેવુ અમારી પાસેથી પરાણે લખાણ કરાવી લીધુ છે અને મારી તથા ભારતી બંનેની આ લખાણમાં સહીઓ કરાવી લીધેલ છે અને ચેક લઇ લીધેલ છે. તેમજ ગોગન હજુ વધુ વ્‍યાજ માટે દબાણ કરી ધમકી આપે છે.

ફકરૂનીશા બુખારી જે અગાઉ ગુંદાવાડીમાં અમે કપડા લેવા જતાં ત્‍યા કામ કરતી હોઇ જેથી તેની સાથે પરીચય થયો હતો. અમે તેણીની પાસેથી ે પણ રૂપીયા સાડા ચાર લાખ લીધા હતાં તેને પણ રૂ.૧૫ લાખથી વધુ વ્‍યાજ સહીત ચુકવી દીધુ છે, ફકરૂનીશાએ પણ મારી પાસે બે મહીના પહેલા પરાણે રૂ.૯ લાખનુ લખાણ કરાવી લીધેલ છે અને તે પણ રૂપીયા માટે ખુબજ પ્રેશર  કરે છે ધમકી આપે છે. તેમજ બે મહીના પહેલા નીઝામ અબ્‍બાસભાઇ ઘુસા જે પોપટપરા માં રહે છે, તેની પાસે રૂ.૧ લાખ લીધેલ હતાં. તેને દરરોજનુ રૂ.૪ હજાર વ્‍યાજ ચુકવુ છુ તેને રૂ.૧,૨૦,૦૦૦ ચુકવી દીધેલ છે તેમ છતા હજુ વ્‍યાજ તેમજ મુળી સહીતના રૂપીયા માંગે છે અને તે પણ ફોન કરીને સતત હેરાન કરે છે.

આ ઉપરાંત અજયસિંહ  પાસેથી પણ રૂ.૨ લાખ લીધેલ હતાં, તે પણ વ્‍યાજ સહીત ચુકવી દિધેલ છે પરંતુ તેમ છતા તે સતત ફોન કરી અને હજુ વધુ રૂપીયાની ઉઘરાણી કરી અને ધંધાના સ્‍થળે આવી અને ધમકાવીને હેરાન કરે છે.

આ ઉપરાંત મારા દિકરા રમેશે કહ્યું હતું કે આપણી સેલારીયો કાર એક બાપુને વ્‍યાજના રૂપીયા માટે આપી દીધી હતી. આ કાર પરત આપતા ન હતા અને વ્‍યાજના રૂપીયાની ઉઘરાણી કરે છે. આ બધા મને તથા ભારતી બંનને ે ફોન કરીને વ્‍યાજના રૂપીયા આપી દેવા ખુબજ હેરાન કરે છે અને કારખાને આવીને પણ ખુબજ વ્‍યાજના રૂપીયા આપી દેવા દબાણ કરે છે. અમે ખુબજ થાકી ગયા  છીએ, હવે કયાંયથી રૂપીયાની સગવડ થાય તેમ નથી. આ બધાના ત્રાસથી અમે કંટાળી ગયા છીએ. આ બધાને વ્‍યાજ ચુકવવામાં એટલુ બધુ રૂપીયાનુ ચકકર ફરી ગયું છે કે કોઇ રીતે ભેગુ થાય તેમ નથી. આ લોકો અમને જીવવા નહી દે. તેવી વાત રમેશ અને ભારતીએ મને કરી હતી.

આ પછી રાતે  દોઢેક વાગ્‍યે અમે જાગતાં હોઇ  ફરીથી મારો દિકરો રમેશ અને પુત્રવધૂ ભારતી બંને ગભરાયેલી હાલતમાં ખુબ જ ટેન્‍શન સાથે મારી પાસે આવી રડવા માંડયા હતાં અને રડતાં રડતાં વાત કરી હતી. આથી મેં રાત પોણા બેએક વાગ્‍યાના અરસામાં  ભત્રીજા લક્ષ્મીદાસને ફોન કરી ઘરે આવીે રમેશ તથા તેની પત્‍નિભારતીને સમજાવવા માટે બોલાવ્‍યો હતો. આ દરમિયાન નજર ચુકવી રમેશ અને ભારતી તેનું ટુવ્‍હીલર લઇ ઘરેથી નીકળી ગયા હતાં. હું ડેલી બહાર લક્ષ્મીદાસની રાહ જોતો ઉભો હતો. અઢી પોણા ત્રણેક વાગ્‍યેં લક્ષ્મીદાસ આવતાં અમે બંને રમેશના અટીકાના કારખાને પહોંચ્‍યા હતાં. જ્‍યાં ખાલી શટર બંધ હોઇ તે ખોલીને જોતાં અંદર મારા દિકરા વહૂ લટકતા મળ્‍યા હતાં.

આથી હું ખુબ ગભરાઇ ગયો હતો અને મારા મોઢામાંથી રાડ નીકળી ગઇ હતી. ભત્રીજાએ ૧૦૮ બોલાવી હતી. તેના ડોકટરે મારા દિકરા-વહૂને મૃત જાહેર કર્યા હતાં.  અંતિમવિધી બાદ અમે  પરીવારના સભ્‍યોએ મળી મારા દિકરા રમેશ તથા તેની પત્‍નિ ભારતીના મોબાઇલમાં વ્‍હોટ્‍એપ ચેક કરતાં નીશામેમ (ફકરૂનીશા)ને રૂપિયા મોકલ્‍યા છે, વ્‍યાજના રૂપીયાની વાતચીતની ચેટ મળી હતી. તેમગ ગોગનભાઇ નામનથી નંબર હતાં તેમાં પણ એકાઉન્‍ટની વિગત તથા વ્‍યાજના ઓનલાઇન રૂપીયા ટ્રાન્‍સફર કરેલ તેના ફોટા તથા ચેટ જોવા મળી હતી.

માવજીભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે મારા દિકરા રમેશને વ્‍યાજે રૂપિયા આપી તેની પાસે મસમોટુ વ્‍યાજ વસુલી લઇ હજુ પણ વધુ વ્‍યાજની ઉઘરાણી સતત ચાલુ રાખી હેરાન કરી ધમકી અપાતી હોઇ રમેશ અને તેના પત્‍નિ મરી જવા મજબુર થઇ ગયા હતાં. ડીસીપી હેતલ પટેલ, એસીપી બી.વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ જે. ડી. પરમારના માર્ગદર્શનમાં પીએસઆઇ જે. બી. રાણીંગા, એએસઆઇ નિલેષભાઇ મકવાણાએ ગુનો નોંધી ત્રણ આરોપી ગોગન બંધીયા, ફકરૂનીશા બુખારી નામની મહિલા અને નીઝામ ઘુસાને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલ્‍યુ છે કે ફકરૂનીશાએ જ રમેશભાઇને ધમકી દીધી હતી કે ૨૬મી સુધીમાં ૮ લાખ નહિ મળે તો ત્‍યારપછી રોજના ૭૦ હજાર વ્‍યાજ થઇ જશે. ત્રણેયની વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

(2:59 PM IST)