<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

બટેટાનું શાક-રોટલી ખાધા બાદ દંપતિ, દિકરીને ઉલ્‍ટીઃ પાંચ વર્ષની દિકરીનું મોત

પડધરીના ઇશ્વરીયા ગામનો બનાવઃ માસુમ શિવાનીએ સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૫: પડધરીના ઇશ્વરીયા ગામે રહેતાં મુળ એમપીના મજૂર દંપતિ અને પાંચ વર્ષની દિકરીને બટેટાનું શાક અને રોટલી ખાધા બાદ ઉલ્‍ટીઓ થતાં તેમાં પાંચ વર્ષની દિકરીની તબીયત બગડતાં સારવાર માટે દાખલ કરાઇ હતી. તેનું આજે મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ઇશ્વરીયામાં મેરામભાઇની વાડીએ રહેતાં અને મજુરી કરતાં અરવિંદભાઇ પટેલીયા અને તેના પત્‍નિ તથા તેમની દિકરી શીવાની (ઉ.વ.૫)ને ૧૩મીએ બેટટાનું શાક અને રોટલી ખાધા બાદ ઉલ્‍ટીઓ થતાં સારવાર લીધી હતી. એ પછી દિકરી શિવાનીને તાવ પણ ચડતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ આજે મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મૃત્‍યુ પામનાર શિવાની માતા-પિતાની એકની એક દિકરી હતી. આ દંપતિ ખેત મજુરી કરી ગુજરાન ચલાવે છે. પડધરી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોતનું ચોક્કસ કારણ જાણવા બાળકીના મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યુ઼ હતું.

(3:35 PM IST)