<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

કોર્પોરેશન-સૌરાષ્‍ટ્ર યુનિ.ના કરોડોના લોકાર્પણઃ પુજીત રૂપાણી ટ્રસ્‍ટ-બિલ્‍ડર એસો.ના કાર્યક્રમમાં પણ ખાસ હાજરી આપશે... રવિવારે રાજકોટ આવતા ભૂપેન્‍દ્રભાઇ પટેલ

રાજકોટ, તા.૨૯: ગુજરાતના મુખ્‍યમંત્રી આગામી રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, જ્‍યાં તેઓ રાજકોટ મહાનગરપાલિકા, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી તેમજ પૂજિત રૂપાણી ટ્રસ્‍ટના વિવિધ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી પ્રકલ્‍પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.મુખ્‍યમંત્રીના હસ્‍તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા અનેક નાગરિક સુવિધાના પ્રકલ્‍પોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં શહેરના માળખાકીય સુવિધાઓ, નવા રસ્‍તાઓ, પાણી પુરવઠા યોજનાઓ, તેમજ શહેરી સૌંદર્યીકરણને લગતા કરોડો રૂપિયાના કામોનો સમાવેશ થાય છે. આ સાથે જ ભવિષ્‍યના નવા પ્રોજેક્‍ટ્‍સ માટે ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. પોતાના પ્રવાસ દરમિયાન મુખ્‍યમંત્રી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે. યુનિવર્સિટી કેમ્‍પસ ખાતે વિદ્યાર્થીઓના હિતાર્થે

૧૨ાા કરોડના ખર્ચે બનાવાયેલ નવું ઓડીટોરીયમ,  સંશોધન કેન્‍દ્રો અદ્યતન સુવિધાઓનું ઉદ્ધાટન કરવામાં આવશે. સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત પૂજિત રૂપાણી ટ્રસ્‍ટ દ્વારા હાથ ધરવામાં આવેલા નવા સેવાકીય પ્રકલ્‍પો અને જનકલ્‍યાણના કામોનું પણ મુખ્‍યમંત્રીના હસ્‍તે ઉદ્ધાટન કરવામાં આવશે. ટ્રસ્‍ટ દ્વારા જરૂરિયાતમંદો અને વિદ્યાર્થીઓ માટે હાથ ધરાતી વિવિધ પ્રવળત્તિઓમાં આ નવા પ્રકલ્‍પથી મોટો ઉમેરો થશે.મુખ્‍યમંત્રીના આગમનને પગલે જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ મહાનગરપાલિકા, પોલીસ વિભાગ તેમજ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા તૈયારીઓનો દોર શરૂ કરી દેવામાં આવ્‍યો છે. કાર્યક્રમના સુચારૂ આયોજન, સુરક્ષા વ્‍યવસ્‍થા અને સ્‍થળ નિરીક્ષણ માટે સંબંધિત અધિકારીઓ દ્વારા બેઠકો યોજવામાં આવી છે.

વિગતો મુજબ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ રાજકોટ બિલ્‍ડર એસો.ના અત્‍યંત મહત્‍વના કાર્યક્રમમાં પણ હાજર રહેનાર છે, કલેકટર કચેરીના સાધનોના કહેવા મુજબ મુખ્‍યમંત્રી રવીવારે તા.૨ના રોજ સાંજે ૪ વાગ્‍યા આસપાસ આવશે, હિરાસર એરપોર્ટ તથા જૂના એરપોર્ટ બંને સ્‍થળે તૈયારીઓ રખાઇ છે.

(3:31 PM IST)