News of Saturday, 25th April 2026
કોર્પોરેશન ચૂંટણીઃ ખુશખુશાલ ચહેરા સાથે ચૂંટણી સ્ટાફ રવાનાઃ બૂથ ઉપર કબજો લીધો

રાજકોટઃ આજે સવારે ૬ જેટલા રિલીવીંગ-ડીસ્પેચીંગ-સેન્ટર ઉપરથી બપોરે ૨ વાગ્યા સુધીમાં ૯ હજારનો ચૂંટણી સ્ટાફ ૧૮ વોર્ડના કુલ ૧૦૧૪ મતદાન મથકો ઉપરEVMઅને ૧૦૯ જેટલી નાની-મોટી વસ્તુઓ ફોર્મ સાથે ખુશખુશાલ ચહેરે રવાના થયો હતો, ૬ જેટલા સેન્ટરો જેમાં પાંધી કોલેજ, ચોૈધરી હાઇસ્કૂલ, વીરાણી હાઇસ્કૂલ ,એવીપીટી જસાણી સ્કૂલ અને રણછોડદાસજી કોમ્યુનિટીહોલ ખાતેથી પ્રિસાડીંગ ઓફીસરો, બે પોલીંગ ઓફીસરો, એક કારકૂન અને એક પટ્ટાવાળા ઇવીએમ, મતકુટીર તથા અન્ય વસ્તુઓ સાથે રવાના થયો હતો, અને કાલે મતદાન મથકનો કબજો લેવાયો હતો, દરેક મતદાન મથક ઉપર બે-બે પોલીસ સ્ટાફ ઉપરાંત સંવેદનશીલ અને અતિસંવેદન મતદાન મથકો ઉપર SRPમૂકી દેવાઇ છે. સાંજે ૫ વાગ્યા સુધીમાં રાજકોટ શહેર-જીલ્લામાંથી તમામ બૂથ ઉપરનો અહેવાલ આવી જશે. તસ્વીરમાં રવાના થતો સ્ટાફ, તૈયાર થઇ રહેલી કાર્યવાહી,અને નીચે રીકવીઝીટ કરાયેલ બસો, વાહનો-ગાડીઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:27 PM IST)










