<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

કોપર સ્‍ક્રેપ ચોરીનો ભેદ ખુલ્‍યોઃ સગીર સહિત ૭ની ટોળકી ઝડપાઇ

૧૫૦ ફૂટ રિંગ રોડ પર ઉમિયા સર્કલ નજીક પાકિર્ંગમાં પડેલી બડાદોસ્‍ત ગાડીમાંથી ચોરી કરી હતી : તાલુકા પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઈ બી.આર. ભરવાડની ટીમની કામગીરીઃકોન્‍સ. જયપાલસિંહ સરવૈયા, બળભદ્રસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર, તથા કરણભાઇ જાદવની બાતમી

રાજકોટ તા. ૨: થોડા દિવસ પહેલા ૧૫૦ ફુટ રિંગ રોડ પર ઉમિયા સર્કલ પાછળ પાર્ક કરેલી બડાદોસ્‍ત ગાડીમાંથી સાડા ત્રણ લાખનો કોપર સ્‍ક્રેપ ચોરાઈ ગયો હતો. આ ગુનાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી સગીર સહિત ૭ની ટોળકીને પકડી ચોરેલો મુદામાલ તેમજ એક રીક્ષા અને ત્રણ  ટુવહીલર કબ્‍જે કર્યા છે.

જાણવા મળ્‍યા મુજબ મિલકત સંબંધી ગુનાઓ શોધવા અંગે આપેલી સૂચના અનુસાર રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનની ટીમે આ સફળ કામગીરી હાથ ધરી હતી. પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ.આર. મેઘાણીના નેતળત્‍વમાં સર્વેલન્‍સ સ્‍ટાફના પો.સબ.ઇન્‍સ. બી.આર. ભરવાડ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન કોન્‍સ. જયપાલસિંહ સરવૈયા, બળભદ્રસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર, તથા કરણભાઇ જાદવને મળેલી ચોક્કસ બાતમીના આધારે પરસાણા ચોકડીથી કણકોટ તરફ જતા રોડ પર આવેલ વુપી વર્લ્‍ડ હોટેલ સામેના ખુલ્લા ગ્રાઉન્‍ડમાંથી સાત શખ્‍સોને ઓટો રિક્ષા અને ત્રણ મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્‍યા હતા. સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ઉમિયા સર્કલ નજીક ક્રિસ્‍ટલ કોર્નર બિલ્‍ડીંગ પાછળ ર્પાકિંગમાં પડેલી અશોક લેલેન્‍ડ દોસ્‍ત ગાડીમાંથી લુઝ કોપર સ્‍કેપની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. 

રાજકોટના બાપુનગર સ્‍લમ ક્‍વાટર્સમાં રહેતા અફઝલભાઈ નાસીરભાઈ શેખ અને અશરફભાઈ ઉર્ફે ભૂરો નાસીરભાઈ શેખ, દેવપરા મેઇન રોડ પર રહેતા શકીલ સતારભાઈ સપ્‍પા (મૂળ મેગણી), આજી જી.આઈ.ડી.સી. પાસે રહેતા હમજા રફીકભાઈ સૈયદ (મૂળ અલીગઢ, યુ.પી.), જંગલેશ્વર એકતા કોલોનીમાં રહેતા અનસ મજ્‍જાબાન શેખ (મૂળ લોનાવાદરગા, યુ.પી.), દેવપરા ભવાની ચોક વિસ્‍તારના કરણભાઈ અરવિંદભાઈ કુંભલ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર સહિત કુલ સાત આરોપીઓની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી અફઝલ શેખ, અશરફ શેખ અને હમજા સૈયદ ભૂતકાળમાં પણ આર્મ્‍સ એક્‍ટ, પ્રોહિબિશન અને જુગાર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્‍યું છે.

પકડાયેલા આરોપીઓ પૈકી અફઝલ શેખ, અશરફ શેખ અને હમજા સૈયદ ભૂતકાળમાં પણ આર્મ્‍સ એક્‍ટ, પ્રોહિબિશન અને જુગાર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્‍યું છે. 

પોલીસે આરોપીઓ પાસેથી ૧૫૦ કિલો લુઝ કોપર સ્‍કેપ કિંમત ૩,૫૧,૦૦૦, એક ઓટો રિક્ષા અને ત્રણ મોટરસાયકલ મળીને કુલ ૬,૦૫,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આ કામગીરી શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્‍ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર રાકેશ દેસાઇ અને મદદનીશ પોલીસ કમિશનર બી.જે.ચૌધરી (દક્ષિણ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એસ.આર. મેઘાણી, પીએસઆઈ બી.આર. ભરવાડ, એએસઆઈ ક્રીપાલસિંહ ઝાલા, હેડ કોન્‍સ્‍ટેબલ કૌશેન્‍દ્રસિંહ ઝાલા, અજયભાઈ ભુંડીયા, બ્રિજરાજસિંહ ગોહિલ, અક્ષયભાઈ નાથાણી તેમજ કોન્‍સ્‍ટેબલ બળભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ લાવડીયા, ઉગાભાઈ બાળા, જયપાલસિંહ સરવૈયા, કરણભાઈ યાદવ અને કુલદીપસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી

 

(2:10 PM IST)