તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
કાલે જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન
શત્રુંજય તીર્થયાત્રાનો પ્રારંભઃ દેરાસરોમાં ભાવયાત્રા

રાજકોટ, તા.૨૩: કાલે જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજનાં ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે અને ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન થઈ શકશે. એટલે કે જ ચાર મહિના સુધી એક સ્થળે સ્થિરતા બાદ ચોમાસી ચૌદશ બાદ વિહાર શરૂ થશે.
અષાઢ સુદ ચૌદશથી પ્રારંભ થયેલા જૈન ચાતુર્માસની પૂર્ણાહુતિ મંગળવારે કારતક સુદ ચૌદશના ‘સામૂહિક દેવવંદન' અને ‘ચૌમાસી ચૌદશ'ના વિશેષ પ્રતિક્રમણ સાથે થશે. કાર્તિકી પૂર્ણિમાની સવારથી વિહારનો પ્રારંભ થશે. જેને જૈન ધર્મ અનુસાર ‘ચાતુર્માસ પરિવર્તન' કહેવામાં આવે છે, જે દિવસ મંગળવારે છે. આ કારતક સુદ પૂર્ણિમાનો દિવસ જૈન સમાજ માટે મહત્ત્વનો બની રહેશે.
ચાતુર્માસ દરમિયાન બંધ રહેતી શત્રુંજય તીર્થની યાત્રાનો કાર્તિકી પૂર્ણિમાથી પ્રારંભ થશે. એક સ્થાને બિરાજમાન પૂ.સાધુ- સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ થશે અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીની જયંતીની ઉજવણી પણ થશે. આ રીતે એક સાથે ત્રણ પ્રસંગો સર્જાશે.
ચોમાસાના ચાર માસ દરમિયાન વરસાદ આદિને કારણે શત્રુંજય પર્વત ઉપર સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય તે માટે તીર્થયાત્રા બંધ રાખવામાં આવે છે. જેનો પ્રારંભ પૂનમનાં દિવસથી શરૂ થશે. જે શ્રાવક-શ્રાવિકાઓ પૂનમનાં દિવસે પાલિતાણા ન જઈ શકે તેઓ દેરાસરોમાં યોજાતી શત્રુંજય તીર્થની ‘ભાવયાત્રા' કરી પુણ્યનું ભાથું બાંધશે.
કાલાવડ રોડ શ્વે.મૂ.જૈન સંઘ
શ્રી કાલાવાડ રોડ શ્વેતાંબર મૂર્તિપુજક જૈન તપગચ્છ સંઘ શ્રી જય પારસધામના આંગણે પૂજયપાદ આચાર્ય દેવશ્રી જયશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની દિવ્યકળપા તેમજ પરમકળપાશિષ ૫.પૂ.યુગદિવાકર આચાર્ય ભગવંત શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. ના અને ચાર્તુમાસ અર્થે બિરાજમાન
આ સમૂદાયના ૫.પૂ. સાધ્વીજી શ્રી દિવ્યાશ્રીજી મ. સા.ના શિષ્યા પૂ. સા. શ્રી ઉર્મિલયશાશ્રીજી મ.સા., પૂ.સા.શ્રી તોહલયશાશ્રીજી મ.સા., પૂ.સા.શ્રી નિલરત્નાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી તીર્થમાલાશ્રીજી મ.સા.નો ચાતુર્માસ પરિવર્તનનો કાર્યક્રમ મંગળવાર તા.૨૪ને સવારે ૬-૧૫ કલાકે ઉપાશ્રય હોલમાં શત્રુંજય પટ્ટદર્શન, ચૈત્યવંદન ૨૧-ખમાસમણા બાદ ચાતુર્માસ પરિવર્તન માટે શ્રી સંઘ સાથે વાજતે ગાજતે પ્રયાણ સવારે ૭-૧૫ કલાકે, પૂ. સાધ્વીજી ભગવંત ચાતુર્માસ પરિવર્તના લાભાર્થી પરિવારો ના ગળહ આંગણે માંગલિક ફરમાવશે. માંગલિક પૂર્ણ થયે પધારેલ ભાવિકોની નવકારશી રાખેલ છે. કાર્યક્રમના લાભાર્થી પરિવારો અને સ્થળ માલતીબેન જગદીશભાઈ ટોળીયા પરિવાર, હેમલતાબેન રસીકભાઈ લાઠીયા પરિવાર, કોકીલાબેન બકુલભાઈ દોશી પરિવાર, રાજ એપાર્ટમેન્ટ, જલારામ - ૧, શેરી નં. ૩, રેઈનબો હોસ્પીટલ પાસે, યુનિવર્સીટી રોડ, તેમ મહેશભાઈ મણિયાર, વિપુલભાઈ દોશી અને નિતેશભાઈ શાહની યાદી જણાવે છે.
યુનિવર્સિટી રોડ શ્વે.મૂ. સંઘ
શ્રી સુમતિનાથદાદાની કૃપાથી પરમ પૂજય સાધ્વીજી ભગવંત શ્રી સિદ્વાંતદ્રુમાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા-૩નો ચાતુર્માસ કલ્પ પરિવર્તન તા.૨૪ને મંગળવારે સવારે ૬:૩૦ કલાકે હાર્મની હોમ્સ એપાર્ટમેન્ટ, શારદાનગર સોસાયટી, ખાતે યોજાશે. નવકારશી શ્રી યુનિવર્સિટી રોડ જિનાલય, રામ પાર્ક, ખાતે સવારે ૮ કલાકે યોજાશે. અમૂલ્ય અવસરનો લાભ માતૃશ્રી કલાવંતીબેન ભૂપતલાલ માઉં, હસ્તેઃ શીલાબેન શૈલેષભાઇ માઉં તથા પ્રિયાંશી હર્ષિલ માઉં પરિવાર તથા માતૃશ્રી નિલમબેન ભરતભાઇ મહેતા, હસ્તેઃ નેહાબેન પ્રશાંતભાઇ તથા પ્રિયંલ પ્રશાંતભાઇ મહેતા પરિવારે લીધો છે.
(3:40 PM IST)










