તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
આસ્થાનો સમન્વય : આજે શીતળા સાતમની શીતળતાઃ કાલે શ્રી કૃષ્ણ ભગવાનનો જયઘોષ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મહિલાઓએ વ્રત કર્યાઃ ટાઢુ ભોજન કરીને શ્રી શીતળા માતાજીની ઉપાસનાઃ દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ

ભાવનગરના શ્રી શીતળા માતાજી મંદિરે ભાવિકો ઉમટી પડયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા.૩ શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારોની ઉજવણીનો માહોલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં જામ્યો છે. આજે શીતળા સાતમના પાવન પર્વ નિમિત્તે ઘરે-ઘરે શ્રદ્ધાભેર શીતળા માતાજીની પૂજા કરવામાં આવી રહી છે, તો આવતીકાલે નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ભગવાન શ્રીકળષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે.
આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર-કચ્છની મહિલાઓએ શીતળા માતાના મંદિરોમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. પરંપરા મુજબ ગઈકાલે રાંધણ છઠના દિવસે ટાઢું ભોજન તૈયાર કરી આજે તેનો શીતળા માતાને ભોગ ધરાવવામાં આવ્યો હતો.
માન્યતા છે કે શીતળા માતા બાળકોને શીતળા જેવા રોગોથી બચાવે છે. આથી માતાઓએ પોતાના સંતાનોના નિરોગી સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય અને પરિવારની સુખ-સમળદ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી. રાજકોટના રામનાથપરા, ભૂપેન્દ્ર રોડ, ગોંડલ રોડ પર આવેલા શીતળા માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
આવતીકાલે જન્માષ્ટમીને લઈને સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકા જગતમંદિર દ્વારકાધીશ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. મધ્યરાત્રિએ ભગવાનના જન્મોત્સવ સમયે ભવ્ય આરતી અને અભિષેક કરવામાં આવશે. હજારોની સંખ્યામાં યાત્રિકો દ્વારકા પહોંચી રહ્યા છે.
રાજકોટના ઈસ્કોન મંદિર, બાલાજી મંદિર, સ્વામિનારાયણ મંદિરોમાં મટકી ફોડ, દહીં-હાંડી, રાસલીલા અને કળષ્ણ જન્મ કથાનું આયોજન કરાયું છે. બજારમાં કાન્હાના સુંદર વાઘા, મુકુટ, વાંસળી, મોરપીંછ, પારણું અને મટકી ખરીદવા માટે ભારે ભીડ ઉમટી છે. મીઠાઈની દુકાનોમાં પણ ખાસ ઓર્ડર આપવામાં આવી રહ્યા છે.
તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા પણ તમામ મોટા મંદિરો અને ભીડભાડ વાળા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તળાજા
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) આંતરરાષ્ટ્રીય રાષ્ટીય હિન્દૂ પરિષદના બેનર હેઠળ તળાજામા ભગવાન બાલકળષ્ણની નગરયાત્રા સમયે કાન્હા ને વધાવવા ભારે ઉત્સાહ જોવામળી રહ્યોછે.ગતવર્ષો કરતાંય આ વખતે ભક્તોમા વધુ ઉમંગ જોવામળી રહ્યો છે જેને લઈ ગતવર્ષો કરતાંય આ વખતે ખાસ કરીને વીરદેવાયતબાપા ની પ્રતિમા ચોકથી વાવચોક સુધીના મુખ્યમાર્ગ સહિતના વિસ્તારોમાં કેસરી દંડમા કેસરી ધ્વજાઓ સાથે કન્હેયા-રાધાજીના વિવિધ સ્વરૂપના મોટા બેનર લગાવવામાં આવ્યાછે.જાહેર ખાનગી ઇમારતો ને રોશનીથી સુશોભિત કરવામાઆવી છે.નગરના દરેક વિસ્તારમા કાન્હા ના નાના-મોટા બેનરોફ્રેમ સાથે લગાવ્યા છે.નગરને સુશોભિત કરવા માટે નગરના દરેક મુખ્ય માર્ગપર ગેઇટ શણગારવામાં આવ્યાછે.દરેક સમાજ સહિત ખાસ કરીને ભરવાડ સમાજના બાળકો,યુવાનો આકર્ષણ જમાવવા સંગઠિત થઈને સારી મહેનતકરતા જોવામળી રહ્યાછે.ઉગતાપોર ના મેલડીમાતા ના સ્થળે સવારે ૮.૩૦ વાગ્યે ૧૦૧ મટકીબાંધવામાં આવશે.તમામ મટકી નાના બાળકો ના હસ્તે ફોડવામાં આવશે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરના ઘોઘા રોડ સ્થિત મોટા શીતળા માતાના મંદિરે દર્શનાર્થીઓનું મહેરામણ ઉમટયું: પરંપરાગત લોકમેળો યોજાયો.
સાતમના પવિત્ર પર્વે ભાવનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના ઘોઘા રોડ ખાતે આવેલા ઐતિહાસિક અને અતિ ઙ્કચલિત મોટા શીતળા માતાજીના મંદિરે સવારથી જ શ્રદ્ધાળુઓનું ભારે મહેરામણ ઉમટી પડ્યું હતું. શીતળા સાતમના આ ધાર્મિક મહાપર્વ નિમિત્તે મંદિર પરિસર ખાતે પરંપરાગત લોકમેળાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના પગલે સમગ્ર વિસ્તાર ભક્તિમય અને ઉત્સવમય બની ગયો છે.
વહેલી સવારથી જ મા શીતળાના દર્શન કરવા માટે ભાવિક ભક્તો, મહિલાઓ અને બાળકોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ કુળદેવીના ચરણોમાં શીશ નમાવી પરિવારની સુખ, શાંતિ અને એ કરી હતી. શીતળા સાતમના પર્વનું વિશેષ મહાત્મ્ય હોવાથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ-બહેનો પૂજા-અર્ચના માટે ઉપસ્થિત રહ્યા હતા.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સમિતિના પ્રમુખ ઉદયભાઈ મકવાણા, ભરતભાઈ મોણપરા, શંકરભાઈ મકવાણા, પાર્થ ભટ્ટ, અનિલસિંહ ગોહિલ, મોહનભાઈ પટેલ અને ચંદુભાઈ મેર સહિતના હોદ્દેદારો તેમજ મંદિરના પૂજારી અને સ્વયંસેવકો સતત જહેમત ઉઠાવી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસ તંત્રના સહયોગથી કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકનું સુચારૂ સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેથી સમગ્ર તહેવાર અત્યંત હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે.
(2:41 PM IST)










