તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ખાદ્યતેલોના ભાવોમાં સતત ઘટાડો : ચાલુ વીકમાં સીંગતેલમાં પ૦-કપાસીયા તેલમાં ૬પ રૂા.તૂટયા
સારો વરસાદ અને પામતેલ અને સન ફલાવરમાં આયાત ડયુટી ઘટતા ભાવમાં ઘટાડો : આજે કપાસીયા તેલમાં ર૦ અને સીંગતેલમાં વધુ ૧૦ રૂા.નો ઘટાડો

રાજકોટ, તા., ર૪: સૌરાષ્ટ્રમાં મેઘરાજાના સારા રાઉન્ડ બાદ અને સન ફલાવર તથા પામતેલમાં આયાત ડયુટી ઘટતા ખાદ્યતેલોના ભાવોમાં સતત ઘટાડો થતા લોકોમાં આંશિક રાહત ફેલાઇ છે.આજે કપાસીયા તેલમાં ર૦ અને સીંગતેલમાં વધુ ૧૦ રૂા.નો ઘટાડો નોંધાયો છે.
સ્થાનીક બજારમાં આજે કપાસીયા તેલમાં વધુ ર૦ રૂા. તૂટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧પર૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧પ૦૦ રૂા. થયા હતા. જયારે કપાસીયા ટીનના ભાવ ર૭૦પ થી ર૭પપ રૂા. હતા તે ઘટીને ર૬૮પ થી ર૭૩પ રૂા. થયા હતા. ચાલુ સપ્તાહમાં કપાસીયા તેલમાં ૬પ રૂા.નો તોતીંગ ભાવ ઘટાડો થયો છે.
કપાસીયા તેલની સાથે સીંગતેલના ભાવો પણ તૂટી રહયા છે. સીંગતેલ લુઝનો ભાવ ૧૦ રૂા. ઘટીને ૧૭૦૦ થી ૧૭રપ અને સીંગતેલ નવા ટીનના ભાવ ર૯૧પ થી ર૯૬પ રૂા. હતા તે ઘટીને ર૯૦પ થી ર૯પપ રૂા. થયા છે. ચાલુ સપ્તાહમાં સીંગતેલમાં પ૦ રૂા.નો નોંધપાત્ર ગાબડુ પડયું છે. આગામી દિવસોમાં નવી મગફળીની આવકો વધતા હજુ પણ ખાદ્યતેલોના ભાવ ઘટશે તેમ વેપારી સુત્રોએ જણાવ્યું છે.
(2:53 PM IST)










