તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
રાજકોટ વોર્ડ નં. ૧૪માં કોંગ્રેસનું જોર : સેવા, શિક્ષણ અને વિકાસના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરી ‘પંજા'ની મજબૂત પેનલ
યુવા ઉદ્યોગપતિ પ્રિતેશ ચાવડિયા, એડવોકેટ અનિષ જોષી, શિક્ષિત ગૃહિણી સરયુબેન સિયાણી અને જનસેવક મંજુલાબેન દેવડાનો લોકસંપર્ક

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓનો જંગ જામ્યો છે ત્યારે વોર્ડ નંબર ૧૪માં કોંગ્રેસ દ્વારા શિક્ષિત, અનુભવી અને સેવાભાવી ઉમેદવારોની પેનલ મેદાનમાં ઉતારવામાં આવી છે. ‘હાથ બદલશે હાલાત'ના સૂત્ર સાથે કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કમર કસી છે.
આ પેનલમાં યુવા ઉદ્યોગપતિ પ્રિતેશભાઈ ચાવડિયા એક જાગળત અને વિકાસપ્રેમી ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. તેઓ આરોગ્ય, શિક્ષણ અને યુવાનોના રોજગાર માટે સતત સક્રિય રહી સમાજના અંતિમ માણસ સુધી સુવિધા પહોંચાડવા કટિબદ્ધ છે. તેમની સાથે રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી અને જાણીતા એડવોકેટ અનિષભાઈ જોષી (બી.કોમ., એલ.એલ.બી.) જોડાયા છે. વર્ષોથી વકીલાત ક્ષેત્રે જોડાયેલા અનિષભાઈ ‘‘જી હજૂર નહીં - હાજર હજૂર''ના સિદ્ધાંત સાથે લોકોના પ્રશ્નો ઉકેલવા માટે જાણીતા છે.
પેનલના મહિલા ઉમેદવાર સરયુબેન જીતેન્દ્રભાઈ સિયાણી એક મજબૂત શૈક્ષણિક અને રાજકીય પળષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ માજી કોર્પોરેટર છગનભાઈ સિયાણીના પુત્રવધૂ અને જાણીતા રેવેન્યુ વકીલ એસ.બી. ગઢિયાના સુપુત્રી છે. બી.કોમ. (ઇંગ્લીશ મીડિયમ) સુધી શિક્ષિત સરયુબેન મહિલા સશક્તિકરણ અને શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવાના ધ્યેય સાથે મેદાનમાં છે.
બીજી તરફ, મંજુલાબેન રમેશભાઈ દેવડા વણીયાવાડી વિસ્તારમાં છેલ્લા ૪૬ વર્ષથી વ્યવસાય દ્વારા દરેક પરિવાર સાથે સીધું જોડાણ ધરાવે છે. સાદગી અને સેવાભાવના પ્રતીક એવા મંજુલાબેન વોર્ડને વધુ સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાની નેમ ધરાવે છે.
કોંગ્રેસની આ પેનલે વિસ્તારના નાગરિકોને પારદર્શક વહીવટ અને સતત ઉપલબ્ધ રહેતા પ્રતિનિધિઓ પસંદ કરવા અપીલ કરી છે. જન સંવાદ અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણને પ્રાધાન્ય આપીને કોંગ્રેસ આ વખતે વોર્ડ નંબર ૧૪ માં પરિવર્તન લાવવા મક્કમ દેખાય છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વોર્ડ નં. ૧૪ના કોંગ્રેસના ઉમેદવારો પ્રિતેશભાઇ ચાવડીયા, અનિષભાઇ જોષી, સરયુબેન સિયાણી અને મંજુલાબેન દેવડા તેમજ વોર્ડ નં. ૧૪ વોર્ડ પ્રમુખ બીજલભાઇ ચાવડીયા, રાજુભાઇ ચાવડીયા વોર્ડ ઇન્ચાર્જ, ભાવીનભાઇ પટેલ, જીતુભાઇ સીયાણી, રવિરાજભાઇ દેવડા, દિવ્યેશભાઇ જોષી, જેન્તીભાઇ ડોબરીયા, ભરતભાઇ લીમ્બાસીયા, હીરેનભાઇ ખૂંટ, જીજ્ઞેશભાઇ રામોલીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:18 PM IST)










