<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ પ્રમુખ લાલઘુમ : બે કાર્યકરો છ વર્ષ માટે સસ્‍પેન્‍ડ

વોર્ડ નં. ૧૩ના પ્રમુખ વિજયસિંહ જાડેજાને તમામ જવાબદારીમાંથી મુક્‍ત કરાયા : કમલેશ કોઠીવાર સામે પણ કાર્યવાહી : શિક્ષાત્‍મક પગલાં લેતા શહેર પ્રમુખ રાજદિપસિંહ જાડેજા

રાજકોટ, તા. ૩૦ :  શહેર કોંગ્રેસ દ્વારા પક્ષની શિસ્‍ત અને સંગઠનની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી પ્રવળત્તિ બદલ બે કાર્યકરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ વિજયસિંહ જાડેજા અને કમલેશ કોઠીવારને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, વિજયસિંહ જાડેજા અને કમલેશ કોઠીવાર દ્વારા પ્રેસ-મીડિયા સમક્ષ કરવામાં આવેલી પ્રવળત્તિથી પક્ષની છબી અને પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે અને તેને પક્ષ તથા સંગઠનની શિસ્‍તવિરુદ્ધનું કળત્‍ય ગણવામાં આવ્‍યું છે.

આથી, પક્ષની શિસ્‍ત જાળવવાના હેતુથી બંનેને કોંગ્રેસ પક્ષમાંથી તાત્‍કાલિક અસરથી છ વર્ષ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. સાથે જ વિજયસિંહ જાડેજાને વોર્ડ નં. ૧૩ના વોર્ડ પ્રમુખ તરીકેની તમામ જવાબદારીઓમાંથી મુક્‍ત કરવામાં આવ્‍યા છે.

(3:50 PM IST)