તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
નવનિયુક્ત મેયર ડૉ. નેહલ શુક્લને કોંગ્રેસના ઓબીસી ચેરમેનની શુભેચ્છા

રાજકોટઃ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડૉ. નેહલ શુક્લની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડૉ. મહેશ રાજપુત દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમના આગામી સફળ કાર્યકાળ માટે અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.ડૉ. મહેશ રાજપુત અને સ્વ. ચીમનકાકા શુક્લ પરિવાર વચ્ચે વર્ષો જૂના આત્મીય પારિવારિક સંબંધો રહ્યા છે. રાજકીય વિચારધારાઓ અલગ હોવા છતાં, ડૉ. રાજપુતે અવસરે રૂબરૂ આવીને આ જૂના સંબંધોની ગરિમાને ઉજાગર કરી હતી. મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચે ખૂબ જ સદભાવનાભર્યા વાતાવરણમાં વાતચીત થઈ હતી અને જૂની સ્મળતિઓ તાજી કરવામાં આવી હતી. ડૉ. મહેશ રાજપુતે આશા વ્યક્ત કરી હતી કે ડૉ. નેહલ શુક્લના સક્ષમ નેતળત્વ હેઠળ રાજકોટ શહેર જનસુખાકારી અને વિકાસના નવા કાર્યો કરશે. શુભેચ્છાઓ પાઠવવા બદલ નવનિયુક્ત મેયર ડૉ. નેહલ શુક્લે પણ ડૉ. મહેશ રાજપુતનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ શુભેચ્છા મુલાકાત -સંગે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસ એસ.સી. ડિપાર્ટમેન્ટના વાઇસ ચેરમેન નરેશભાઈ સાગઠીયા તેમજ વોર્ડ પ્રમુખ રવિરાજસિંહ ડોડિયા, રાજકોટ જિલ્લા એસ સી વિભાગ પૂર્વ ચેરમેન કિશોરભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને મેયરશ્રીને શુભકામનાઓ પાઠવી હતી.
(3:43 PM IST)










