તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોની જીતને સમર્પિત વિજય માર્ચ
યુવાનો સંગઠિત થઇને લડે છે ત્યારે પરિવર્તન અનિવાર્ય, વિદ્યાર્થીઓને ન્યાય મળે ત્યાં સુધી કોંગ્રેસનો સંઘર્ષ યથાવત રહેશે : ડો. રાજદીપસિંહ જાડેજા

રાજકોટ : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના સતત સંઘર્ષને સમર્પિત વિજય માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય માર્ચ શહેર કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈ સરદાર પટેલજીની પ્રતિમા સુધી પહોંચ્યો હતો. દેશભરના વિદ્યાર્થીઓએ પેપર લીક કૌભાંડો, શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા અને વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર સામે જે અવિરત લડત લડી છે તેમજ કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજીના દૃઢ અને સતત સંઘર્ષના પરિણામે કેન્દ્રના શિક્ષણમંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડયું હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. ભ્રષ્ટાચારી આ શાસન સામે દેશના એ તમામ નિર્દોષ વિધાર્થીઓ જેમને પોતાની જીવ ગુમાવ્યો છે એમને શહેર કોંગ્રેસ દ્વારા શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. યુવાનોના જીવ દાવ પર લાગે અને આત્મહત્યા કરવાનો વારો આવે એના વધુ આ વિકટ પરિસ્થિતિ ના હોય શકે. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દેશના ભવિષ્ય સમાન યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલો અન્યાય હવે અસહ્ય બની ગયો હતો. વારંવાર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ બની, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં થયા. પરંતુ વિદ્યાર્થીઓના અડ સતત સમર્થન અને અવાજના કારણે આખરે સરકારને જવાબદારી સ્વીકારવાની ફરજ પડી અને કેન્દ્રીય શિક્ષણમંત્રીનું રાજીનામું અડગ સંઘર્ષ અને વિદ્યાર્થીઓની લડતની મહત્વપૂર્ણ જીત બની છે. જ્યારે અન્યાય સામે યુવાનો સંગઠિત થઈને લડે છે ત્યારે પરિવર્તન અનિવાર્ય બને છે. રાજકોટ શહેર કોંગ્રેસે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને ન્યાય મળે ત્યાં સુધી કોંગ્રેસનો સંઘર્ષ યથાવત રહેશે. માત્ર રાજીનામાથી પ્રશ્નોનો અંત આવતો નથી. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા સહિત રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા તેમજ જશવંતસિંહ ભટ્ટી, દિનેશ મકવાણા, મુકેશભાઈ ચાવડા, અતુલભાઈ રાજાણી, સંજયભાઈ અજુડિયા, તુષાર નંદાણી, નીતિનભાઈ ભંડેરી, મેહુલભાઈ મકવાણા, આદિત્યસિંહ ગોહિલ, દિપ્તીબેન સોલંકી, રસીલાબેન ગરૈયા, ઈબ્રાહીમભાઈ સોરા, ગોપાલભાઈ, દીપ ભંડેરી, નરેન્દ્ર પટેલ, સોહિલભાઈ જરીયા, જલ્પેશ વાઘેલા, ૫જરીયા, જલ્પેશ વાઘેલા, વજ્ઞેશ દવે, રતિલાલભાઈ ડોબરીયા, પરેશભાઈ ગઢીયા, સુરેશભાઈ, હબીબભા , હબીબભાઈ, મનીષાબા વાળા, ભાવનાબેન વાઘેલા, નયનાબા જાડેજા, યોગીતાબા જાડેજા, કરીનાબેન, હેમાંગીની બેન, જશુબેન, દીપુ રવિયા, શાંતાબેન મકવાણા, વહીદાબેન, લલીતાબેન ગઢવી, જયદીપ માયાત્રા, દિલીપભાઈ આસવાણી, ગોવિદ સભાયા, જીતેન્દ્રભાઈ ઠાકર, યુનુસભાઈ જુણેજા, સુનિલ ભાઈ, ગૌરવ પૂજારા, મયુરભાઈ શાહ, સલીમભાઈ કારીયાણી, અક્ષાંશભાઈ ગોસ્વામી, બીપીનભાઈ રાઠોડ, રઘુરામ યાદવ, વિજયસિંહ જાડેજા, મિલિંદભાઈ પરમાર, અશોકભાઈ વાળા, શ્યામભાઈ બારોટ, મથુરભાઈ માલવી, ગોપાલ મોરવાડિયા, હાર્દિક પટેલ, નિલેશભાઈ વિરાણી, અરવિંદભાઈ કમલેશભાઈ મકવાણા, રમેશભાઈ ડેયા, મનસુખ જાદવ, જયદીપ સોલંકી, ધવલ રાઠોડ, - કેનીલ વોરા, રાહુલ સોલંકી, રાજુભાઈ તેમજ હોદેદારો, કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
(2:43 PM IST)










