તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
ગુરૂવારે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ મહાસભા
રણદીપ સુરજેવાલાની ઉપસ્થિતિમાં મોરબીમાં વિરાટ આયોજનઃ અપૂરતો વરસાદ અને સરકાર પણ સૂકીભઠ્ઠ, ખેડૂતો ત્રાહીમામઃ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓનો આક્રોશ

પત્રકાર પરિષદ સંબોધતા કોંગ્રેસના નેતાઓ ડો. રાજદીપસિંહ જાડેજા, લલિતભાઇ વસોયા, લલિતભાઇ કગથરા, હિતેશભાઇ વોરા, બચુભાઇ વગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટઃ તા.૧૯, આગામી તા. ૨૨ ને ગુરુવારના રોજ મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્ને વાંચા આપવા માટે ‘‘ખેડુત આક્રોશ મહાસભા'' નું આયોજન કરવામાં આવેલ છે. મોરબી ખાતે આયોજિત કાર્યક્રમ બાબતે યોજાયેલી પત્રકાર પરિષદમાં અગ્રણીઓએ જણાવ્યું કે, આ સભામાં ગુજરાતના પ્રભારી રણદીપ સુરજેવાલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, સિદ્ધાર્થ ભાઈ પટેલ પરેશભાઈ ધાનાણી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને પાર્ટીના સૌ હોદ્દેદારો ઉપસ્થીત રહેશે.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, આ સંમેલન માં ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો ખેડૂત ચારેય તરફથી હેરાન પરેશાન થઈ ગયો છે. એક બાજુ અપૂરતો વરસાદ પડ્યો છે અને એના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. સમગ્ર ગુજરાતની અંદર અલનીનોને કારણે અપૂરતો વરસાદ પડ્યો છે. ત્યારે સરકારે તાત્કાલીક ધોરણે જે વિસ્તારમાં અપૂરતો વરસાદ પડ્યો છે એવા તમામ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની બદલે આંતરીક હુસા તુસી અને તાઈફાઓ કરવામાં વ્યસ્ત છે. સરકારના એક પણ મંત્રી ખેડૂતોની વેદના ને સાંભળવાની કોઈ પડી નથી. કયારેક કોંગ્રેસની આ ખેડુત આક્રોશ સભામાં વિવિધ મુદ્દા ઉઠાવશે.
અલનીનોની અસરના કારણે જ્યાં વરસાદ જ પડ્યો નથી અથવા તો વાવણી પુરતો પણ વરસાદ નથી તેવા વિસ્તારને સરકાર તાત્કાલીક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તેવી આ સભામાં રણ ટંકાર કરવામાં આવશે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી પ્રાઇવેટ વીજ લાઈનો ખેડુતોના ખેતરમાંથી પસાર થઈ રહી છે અનેક વિસ્તારમાં હજારો ખેડુત પોતાની મા જેવી જમીન ઉપર પ્રાઇવેટ વીજ લાઈનો નખાય છે ત્યારે કેટલાય દિવસોથી આંદોલન કરે છે. પરંતુ સરકારના પેટનું પાણી ચાલતું નથી. સરકાર ની સામે સમગ્ર ગુજરાતની અંદર ખેડુતો આંદોલન ચલાવી રહ્યા છે. વિવિધ ખેડુત સંગઠનોની જે વળતરની માંગણી છે એ માંગણી સરકારે તાત્કાલીક પુર્ણ કરવી જોઈએ.
સૌરાષ્ટ્રની અંદર અપૂરતા વરસાદના કારણે પશુપાલકો ને પુરતા પ્રમાણની અંદર ઘાસચારો મળી નથી રહ્યો. ઘાસચારાના અને ખાણદાણના ભાવો આસમાંને પહોંચ્યા છે. ત્યારે તાત્કાલીક ધોરણે પશુપાલકોને ઘાસચારો પૂરો પાડવા માટે ઘાસ ડેપાઓ ખોલવા અને ખાણદાન અને ખોળ માં સબસીડી કે સહાય જાહેર કરવી કરવાનો ઉપકાર આ સભામાં કરવામાં આવશે. ૧૯૮૬ થી સમગ્ર દેશના ખેડુતો ને પાક નિષ્ફળ જાય તો આર્થીક ટેકો મળી રહે એટલા માટે પાકવીમા યોજના શરૂ કરવામાં આવી હતી. આજે પણ દેશની અંદર પાક વીમા યોજના ચાલુ છે. ફક્ત ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જ્યાંના ખેડુતોને પાકવીમા યોજના નો લાભ મળતો નથી. ગુજરાતમાં પાકવીમા યોજના બંધ છે. આ પાકવીમા યોજના ફરીથી શરુ કરવી જેથી ગુજરાતના ખેડુતોએ દુષ્કાળ કે અતિવળષ્ટિની પરીસ્થીતીમાં સરકાર સામે હાથ લાંબો કરવો ન પડે.
સૌરાષ્ટ્રના ખેડુતોને સિંચાઈ માટેનું પાણી મળી રહે એટલા માટે રાજ્ય સરકારે ૧૮૫૫૬ કરોડ ના ખર્ચે સૌની યોજના બનાવી. આ યોજના મારફતે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમમાંથી ૯૯ જેટલા ડેમો નક્કી કરવામાં આવ્યા. આ વખતે સૌરાષ્ટ્રના એક પણ ડેમની અંદર સિંચાઈ માટેનું પાણી નથી. ત્યારે રાજ્ય સરકાર સૌની યોજના મારફતે શા માટે આ ડેમો ની અંદર પાણી નાખી ખેડુતોને સિંચાઈ માટેનું પાણી આપતી નથી ???? આ પ્રશ્ન આ સભામાં કોંગ્રેસના ખેડુત આક્રોશ સભામાં આ પ્રશ્ન સરકારને પૂછવામાં આવશે. અને તાત્કાલીક ધોરણે ખેડુતોને સિંચાઈ માટેનું પાણી મળી રહે તે માટે અવાજ ઉઠાવવામાં આવશે.
આ મહાસભાબાદ સૌરાષ્ટ્રભરમાં ખેડૂત અને કૃષિહિતમાં કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવાની ઘોષણા ખેડૂતોએ કરી છે.
(3:21 PM IST)










