<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

રાજકોટમાં કોંગ્રેસે GEN-Zને મેદાનમાં ઉતાર્યા

યુવા પ્રવાહ પક્ષ તરફ વળી જાય તો વિપક્ષને બખ્‍ખા કોંગ્રેસના ૩૦ ઉમેદવારો ગ્રેજયુએટઃ સોૈથી નાની વયના વોર્ડ નં. ૬માં અને સોૈથી મોટા ૬૫ વર્ષના વોર્ડ નં. ૩માં ઉમેદવારઃ સત્તાના ઉલટફેર માટે કોંગ્રેસે જ્ઞાતિગત બેલેન્‍સ જાળવ્‍યું

રાજકોટઃ તા.૧૬: મનપાની ચૂંટણીના મતદાન આડે માંડ ૧૦ દિવસ બાકી છે ત્‍યારે રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહયા છે. દરરોજ વોર્ડમાં ડોરટુડોર સંપર્ક કરવામાં આવી રહયો છે. ત્‍યારે મતદારો પણ ઉમેદવારનું શિક્ષણ, છબી, સામાજીક કાર્યશીલતા જોઇને-જાણીને મત આપતા થયા છે.

કોંગ્રેસ  દ્વારા ૧૮ વોર્ડના  ૭૦ ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં જ્ઞાતિગત બેલેન્‍સ જાળવી ધો. ૪ થી પીએચડી સુધીના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ૩૦ લોકો ગ્રેજયુએટ તથા તેનાથી વધુ ભણેલા છે. જયારે ઉમરની દ્રષ્‍ટીએ વોર્ડ નં. ૬ના ઉમેદવાર માત્ર ૨૧ વર્ષીય છે અને સોૈથી મોટી ઉમરના વોર્ડનં. ૩ના ઉમેદવાર ૬૫ વર્ષના છે. કોંગ્રેસ જાહેર કરેલ ઉમેદવારોની જ્ઞાતિ, ઉંમર તથા અભ્‍યાસ સહિતની વિગતો નીચે મુજબ છે.

(4:13 PM IST)