<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

મનપાના જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નો સાથે સત્તાધીશોને ઘેરશે

જન્‍મ-મરણ શાખા, ગેરકાયદેસર બાંધકામ, જંગલેશ્વર ડિમોલેશન, શાળા-કોલેજનો વેરો, મનપાના વાહનો અને ડોર-ટુ-ડોર કચરા કોન્‍ટ્રાક્‍ટ સહિતના મુદ્દે જવાબ માગશે કોંગ્રેસ

રાજકોટ,તા.૧૨: મહાનગરપાલિકાની આગામી જનરલ બોર્ડની બેઠકમાં રાજકોટ શહેર કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા શહેરના નાગરિકોને સીધી અસર કરતા વિવિધ મહત્‍વપૂર્ણ પ્રશ્નો રજૂ કરવામાં આવશે. મનપાની વહીવટી કામગીરીમાં પારદર્શિતા, પ્રાથમિક સુવિધાઓ, ગેરકાયદેસર બાંધકામ, વિકાસકાર્યો અને કોન્‍ટ્રાક્‍ટ પદ્ધતિ અંગે મનપાના સત્તાધીશો તથા અધિકારીઓ પાસેથી સ્‍પષ્ટ અને જવાબદારીપૂર્વક જવાબ માગવામાં આવશે.

કોંગ્રેસના કોર્પોરેટર દિપ્તીબેન સોલંકી દ્વારા જન્‍મ-મરણ શાખાની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવશે. હાલમાં જન્‍મ-મરણની કામગીરી કયા પોર્ટલ પર કરવામાં આવે છે

આ ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકામાં વર્ગ-૧ના ત્રણેય ઝોન માટે નવા ટાઉન પ્‍લાનરની ભરતી કયારે કરવામાં આવી, તેમના નામ શું છે અને તેઓ કાયમી નિમણૂક પર છે પ્રોબેશન ઉપર છે તેની વિગતો પણ માંગવામાં આવશે.  કેટલા બાંધકામ પ્‍લાન મંજૂર થયા, કેટલા નામંજૂર થયા અને કેટલા બાંધકામોને કમ્‍પ્‍લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્‍યા તે અંગે પણ જવાબ માગવામાં આવશે.

કોંગ્રેસના કોર્પોરેટર ઇબ્રાહીમભાઇ સોરા દ્વારા જંગલેશ્વર વિસ્‍તારમાં નદીના કાંઠે અગાઉ ડિમોલિશન કરવામા આવેલ  અંદાજે ૯૯૨ મકાનોના મુદ્દે પ્રશ્નો રજૂ કરવામાં આવ્‍યો છે.

કોંગ્રેસના કોર્પોરેટર અર્જુનભાઇ ચૌહાણ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતી શાળાઓ અને કોલેજો પાસેથી મિલકત વેરો વસૂલવામાં આવે છે કે નહીં અને જો વસૂલવામાં આવે છે તો કયા નિયમ તથા સમયગાળા મુજબ વસૂલાત કરવામાં આવે  છે તથા ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી ટિપરવાન સેવા અંગે પણ કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં  આવ્‍યો છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે, જનરલ બોર્ડ માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવાની બેઠક નથી, પરંતુ રાજકોટની જનતાના ્‌પ્રશ્નો અંગે જવાબદારી નક્કી કરવાનું મહત્‍વપૂર્ણ લોકશાહી મંચ છે.

તેમણે જણાવ્‍યું હતું કે, કોંગ્રેસના કોર્પોરેટરો જનતાના હિત સાથે જોડાયેલા પ્રશ્નો જનરલ બોર્ડમાં મજબૂતીપૂર્વક રજૂ કરશે અને મનપાના સત્તાધીશો તથા અધિકારીઓ પાસેથી દરેક મુદ્દે સ્‍પષ્ટ જવાબ માગશે.

(3:25 PM IST)