<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

કોંગ્રેસ ઉમેદવારો પાવડા-તગારા સાથે રસ્‍તા ઉપર ઉતર્યાઃ ખાડા બુર્યા

વોર્ડ નં.૧૩ માં પહેલા કામ, પછી મત આપજોનું સુત્ર સાર્થક : અનોખા પ્રચારથી સ્‍થાનીકોમાં આશ્ચર્ય સાથે ખુશીઃ કોંગ્રેસમાં એકશન મોડથી રાજકીય ગરમાવો

રાજકોટ, તા. ર૧:  મહાપાલીકાની ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. આવી સ્‍થિતિમાં વોર્ડ નં. ૧૩માં કોંગ્રેસના ઉમેદવારોએ અનોખી રીતથી પ્રચાર કરીને લોકોનું ધ્‍યાન ખેંચ્‍યું છે.

સામાન્‍ય રીતે ચૂંટણી દરમિયાન ઉમેદવારો વચનો આપતા જોવા મળે છે, પરંતુ અહીં કોંગ્રેસના ઉમેદવારોએ પહેલા કામ અને પછી મતૅની નીતિ અપનાવીને પ્રજાના પ્ર‘ોનો સ્‍થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે.

પ્રચાર દરમિયાન સ્‍થાનિક રહીશોએ વિસ્‍તારના રોડ-રસ્‍તાની ખરાબ હાલત અંગે ફરિયાદ કરી હતી. રોડ પર મોટા ખાડાઓ અને લાંબા સમયથી અધૂરું કામ હોવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને આસપાસની લગભગ ૧૦ જેટલી સોસાયટીઓના રહીશો માટે મુખ્‍ય માર્ગ સુધી પહોંચવું પણ મુશ્‍કેલ બની ગયું હતું.

સ્‍થાનિકોની સમસ્‍યા સાંભળ્‍યા બાદ કોંગ્રેસના ઉમેદવારોએ માત્ર આશ્વાસન આપવાને બદલે તાત્‍કાલિક પગલાં ભરવાનો નિર્ણય કર્યો. પેનલના ઉમેદવારો શાંતાબેન મકવાણા, સુનિલ ચાવડીયા, સૂર્યકાન્‍ત કણસાગરા અને હેમાંગી ગોંડલીયાએ પોતે જ પાવડો અને તગારું લઈ રસ્‍તા પર ઉતરી ખાડાઓ પૂરવાનું અને ઉબડ-ખાબડ રસ્‍તાને સમથળ કરવાનો કામ શરૂ કર્યો.

આ દ્રશ્‍યો જોઈને સ્‍થાનિકોમાં આヘર્ય સાથે ખુશી પણ જોવા મળી હતી.

કોંગ્રેસના ઉમેદવાર સુનિલ ચાવડીયાએ આ દરમિયાન જણાવ્‍યું હતું કે વિકાસના મુદ્દે ભાજપ શૂન્‍ય સાબિત થયું છે.

આ અનોખા પ્રચાર અભિયાનથી લોકો પ્રભાવિત થયા હોવાનું જોવા મળ્‍યું છે. રાજકોટમાં હવે ચૂંટણી પ્રચાર માત્ર સભાઓ અને રેલીઓ સુધી મર્યાદિત ન રહી, પરંતુ ‘એક્‍શન મોડ'માં આવી ગયો હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. 

(3:32 PM IST)