<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

ગણપતિ મહોત્‍સવનું સમાપન : વિઘ્‍નહર્તાને ભારે હૈયે વિદાય

‘ગણપતિ બાપા મોરીયાના નાદ અને બેન્‍ડની સુરાવલીઓ સાથે નિકળી વિસર્જન યાત્રા : જળષાાવ વિસ્‍તારોમાં મૂર્તિ વિસર્જન

રાજકોટ : શહેરભરમાં ઠેરઠેર દસ બાર દિવસથી ઉજવાઇ રહેલ ગણેશ મહોત્‍સવનું આજે મુર્તિ વિસર્જન કાર્યક્રમો સાથે સમાપન થયુ છે. ભાદરવી ચોથના સ્‍થાપન કરાયેલ ગણપતિ દાદાની મુર્તિ સમક્ષ દરરોજ પૂજા આરતી સહીત ભક્‍તિસભર કાર્યક્રમો ચાલી રહ્યા હતા.

જેને આજથી વિરામ અપાશે. આવતા વર્ષે ગણપતિ દાદાને ફરી પધારવાના નિમંત્રણ સાથે આજે વિદાય અપાઇ હતી.  ઉથાપનની ઘડીથી લઇને મૂર્તિ વિસર્જન સમયે ભાવિકોની આંખો ભીની થઇ ગઇ હતી. રાજકોટમાં પણ વિવિધ સ્‍થળોએ ગણેશ સ્‍થાપન થયુ હતુ. મહોત્‍સવના આજે સમાપન સમયે ઢોલ અને બેન્‍ડ પાર્ટીની સુરાવલી સાથે નાચતા કુદતા અબીલ ગુલાલની છોળો ઉડાવી ભાવિકોએ આ વિસર્જન યાત્રા યોજી હતી. પોલીસ બંદોબસ્‍ત અને મહાનગરપાલીકાના ફાયર સ્‍ટાફની મદદથી રાજકોટમાં નિયત કરાયેલા સ્‍થળો પર આજે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્‍યુ હતુ. તે સમયની તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:12 PM IST)