<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

રાજકોટ એઇમ્‍સ ખાતે ન્‍યુરોસર્જરી વિભાગ દ્વારા જટિલ ક્રેનિયોવર્ટેબલ જંકશન સ્‍પાઇન સર્જરી સફળતાપૂર્વક કરાઇ

રાજકોટ, તા. ૧૯: એઈમ્‍સ રાજકોટના ન્‍યુરોસર્જરી વિભાગે એક ૬૦ વર્ષીય પુરુષ દર્દીની અત્‍યંત જટીલ સર્જરી જાપાની પદ્ધતિ દ્વારા એડવાન્‍સ ક્રેનિયો વર્ટેબ્રલ (CV) જંક્‍શન (ગરદનના પહેલા અને બીજા મણકા)ની સર્જરી સફળતાપૂર્વક કરી તબીબી ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. દર્દી અસહ્ય ગળાના દુખાવા, અંગોમાં નબળાઈ અને ચાલવામાં તકલીફ થી પીડાતા હતા દર્દીની જટિલ સફળ સર્જરી બાદ હલનચલનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્‍યો હતો અને તેમને હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી છે.આ સફળ સર્જરી નિષ્‍ણાંત ન્‍યુરો સર્જન ડો.હરિસિંહ પરમાર ના નેતળત્‍વ હેઠળ, ડો. આકાશ અને ડો. વિકાસ સહિતની ન્‍યુરોસર્જરી ટીમ દ્વારા કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન એનેસ્‍થેસિયા વિભાગની ટીમે પણ મહત્‍વપૂર્ણ સહયોગ આપ્‍યો હતો.

આ સર્જરીમાં જાપાની અદ્યતન માઈક્રો ન્‍યુરોસર્જરી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો ક્રેનિયો વર્ટેબ્રલ જંક્‍શન એ મગજ અને કરોડરજ્જુ ને જોડતો અત્‍યંત સંવેદનશીલ વિસ્‍તારમાં માનવામાં આવે છે આ સર્જરી માટે ઉચ્‍ચ કક્ષાની કુશળતા, ચોકસાઈ અને અદ્યતન તબીબી તકનીકની આવશ્‍યકતા રહે છે. આ સર્જરીમાં એડવાન્‍સ્‍ડ માઇક્રો ન્‍યુરોસર્જરી તકનીકનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો, જે આવા નાજુક અને જટિલ સર્જરીમાં સારવારને વધુ સચોટ બનાવવામાં મદદરૂપ થાય છે.

આ સફળતા સાથે એઈમ્‍સ રાજકોટ ખાતે કરોડરજ્જુની ગાંઠ (સ્‍પાઇનલ ટયુમર) દૂર કરવા સાથે જટિલ ન્‍યુરોસર્જરી સારવાર મજબૂત બની છે. એઈમ્‍સ રાજકોટના ન્‍યુરોસર્જરી વિભાગ દ્વારા અત્‍યાધુનિક એન્‍ડોસ્‍કોપિક અને માઇક્રોસ્‍કોપિક કી-હોલ સર્જરી પદ્ધતિઓનો પણ પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આ પદ્ધતિઓમાં નાના ચીરા દ્વારા વિશેષ સાધનો અને કેમેરાની મદદથી સર્જરી કરવામાં આવે છે.

યોગ્‍ય દર્દીઓમાં આવી પદ્ધતિઓ માસ પેશીઓ ને ઓછું નુકસાન પહોંચાડવા, રક્‍તષાાવ અને સર્જરી બાદની અસ્‍વસ્‍થતા ઘટાડવા તેમજ ઝડપી પુનઃપ્રાપ્તિ માં સહાયક બની શકે છે

(2:58 PM IST)