<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

આવ મેહુલીયા આવ...ઉની ઉની રોટલીને કારેલાનું શાક !!

રાજકોટઃ રાજકોટમાં ગત રાતથી મેઘરાજાએ મોસમ છલકાવી છે. ૧ર કલાકમાં ૩ાા ઇંચ પાણી પડી ગયું છે. શહેરમાં કયાંય પાણી નથી ભરાયા. પરંતુ રસ્‍તા જળતરબોળ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કોઇ કોઇ વખત પવનની સ્‍પીડ પણ વધતી જાય છે. ચા, ગરમાગરમ ગાઠીયાની મોજ લોકોએ માણી છે.તો ઘર વિહોણા અને ફુટપાથ ઉપર આશરો લેનાર પરીવારોની સ્‍થિતિ દયનીય પણ જોવા મળી. અન્‍ય તસ્‍વીરોમાં કોલેજની યુવતીઓ મેઘાવી માહોલ જોઇને મલકતા મુખે, માથે છત્રી ઓઢી ઘરે જઇ રહેલી, તો એક દંપતી-છત્રીના સહારે સ્‍કુટર ઉપર બેસી ભીના રાજમાર્ગોને પસાર કરી રહેલુ નજરે પડયું હતું. આ બધુ જોઇ બચપણનું એક લોકગીત મુખે આવી ગયું. આવ મેહુલીયા આવ.. ઉની ઉની રોટલીને કારેલાનું શાક !! (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:46 PM IST)