તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
‘સેવાના રંગ રાષ્ટ્રને સંગ': ૬ ઓકટોબરે રંગોલી સ્પર્ધા
પ્રથમ વિજેતાને પ હજાર, દ્વિતીયને ૩ હજાર અને તૃતીયને રપ૦૦નો રોકડ પુરસ્કારઃ ૪ ઓકટોબર સુધી ઓનલાઇન નોંધણી અને ૬ ઓકટોબરે અમૃત ઘાયલ હોલમાં પ્રદર્શનઃ રંગોળી મૂવેબલ બનાવવાની રહેશે

રાજકોટ, તા. ર૯: દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી ત્યારથી અત્યાર સુધીના જનતા પ્રત્યેના ‘સેવા, સુશાસન અને સમર્પણ' ના ૨૫ વર્ષ આગામી ૭મી ઓક્ટોબરે પૂર્ણ થઇ રહ્યા છે. આ અવસરના અનુસંધાને રાજકોટમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ટીમવર્ક, સ્થાનિક સંસ્કળતિ અને સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી શ્રી અમળત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે. સામે, આકાશવાણી ચોક પાસે, રાજકોટ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
રંગોળી સ્પર્ધા માટે ચાર થીમ નક્કી કરવામાં આવેલ છે, જેમાં (૧) જનકલ્યાણકારી યોજનાઓને દર્શાવતી કળતિઓ, (૨) માનનીય પ્રધાનમંત્રીશ્રીના ૨૫ વર્ષમાં થયેલા કાર્યોને દર્શાવતી કળતિઓ, (૩) રાષ્ટ્રીય પ્રતીકો દર્શાવતી કળતિઓ અને (૪) વિકસિત ભારત ૨૦૪૭ નું વિઝન દર્શાવતી કળતિઓ નો સમાવેશ થાય છે. સ્પર્ધકો આ સ્પર્ધામાં ‘વ્યક્તિગત રંગોળી' કેટેગરીમાં અથવા ‘ગ્રુપ રંગોળી' કેટેગરીમાં ભાગ લઇ શકશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૦૪/૧૦/૨૦૨૬ સુધીમાં https://forms.gle/HXMp86UFKyX6igSn7 લિંક પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. સ્પર્ધામાં પ્રોફેશનલ આર્ટીસ્ટ સહીત કોઈ પણ ઈચ્છુક વ્યક્તિ ભાગ લઇ શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન વગરની કળતિઓ ધ્યાને લેવામાં આવશે નહીં. સ્પર્ધકોએ રંગોલી બનાવવા માટે કુદરતી સામગ્રીઓ જેવી કે, ફૂલ, માટી, રેતી, અનાજ, કઠોળ, બીજ, પાંદડા અને પ્રાકળતિક રંગોનો જ ઉપયોગ કરવાનો રહેશે. વ્યક્તિગત રંગોળી સ્પર્ધામાં કળતિની સાઈઝ ૧.૫ × ૧.૫ ફૂટ અને ગ્રુપ રંગોળી સ્પર્ધામાં કળતિની સાઈઝ ૪ × ૪ ફૂટની રાખવાની રહેશે.
નિર્ણાયકો દ્વારા રંગોળી સ્પર્ધાની કળતિઓના મૂલ્યાંકન માટે સર્જનાત્મકતા, ડિઝાઈન, સ્વચ્છતા અને થીમની રજુઆતો તથા ટીમ વર્કના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવશે.
જે તે સ્પર્ધકોએ પોતાની રંગોળી એક સ્થળેથી બીજા સ્થળે લઇ જઈ શકાય તેવી (મૂવેબલ ટાઈપની) બનાવવાની રહેશે.
સ્પર્ધકો પોતપોતાના ઘેર રંગોળી તૈયાર કરીને તા.૦૫/૧૦/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ થી સાંજના ૫ વાગ્યા સુધીમાં શ્રી અમળત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે. સામે, આકાશવાણી ચોક પાસે, રાજકોટ ખાતે સબમિટ કરી દેવાની રહેશે. તૈયાર થયેલી રંગોળી સાથે સ્પર્ધકનું નામ અને મોબાઈલ ફોન નંબર સ્પષ્ટ દેખાય તે રીતે ખાસ લખવાના રહેશે.
આ કળતિઓ શ્રઅમળત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે તા.૬ ઓકટોબરના રોજ બપોરે ૪ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધી જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવશે. સ્પર્ધાઓના વિજેતાઓના નામો તા.૬ ના રોજ જાહેર કરવામાં આવશે.
ભાગ લેનાર સ્પર્ધકો ને ઇનામ અને સર્ટીફીકેટ થી પ્રોત્સાહિત કરવા માં આવશે. રોકડ પુરસ્કાર (વ્યક્તિગત) પ્રથમ રૂા. ૫,૦૦૦ દ્રિતીય રૂા. ૩,૦૦૦ (૨ સ્પર્ધકો ને) તળતીય રૂા. ૨,૫૦૦ (૩ સ્પર્ધકો ને) રોકડ પુરસ્કાર વ્યક્તિગત ગ્રુપ સ્પર્ધા પ્રથમ રૂા. ૧૫,૦૦૦ દ્રિતીય રૂા. ૧૦,૦૦૦ તળતીય ૭,૫૦૦.
વિશેષમાં ઉપરોક્ત રંગોળી સ્પર્ધાઓની કળતિઓ પૈકી પસંદ કરવામાં આવનાર કળતિઓ તા.૦૭ ઓક્ટોબરના રોજ યોજાનાર ‘સેવા જ્યોતિ યાત્રા'માં પણ પ્રદર્શિત કરવામાં આવશે. રાજકોટ મહાનગરના સ્પર્ધકોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે અપીલ કરવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડો.નેહલ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે અને સ્પર્ધાના સૌરાષ્ટ્ર કચ્છના ઇન્ચાર્જ દેવાંગભાઈ માંકડના માર્ગદર્શનમાં આ રંગોળી સ્પર્ધાના આયોજનની તૈયારી કરવામાં આવી રહી છે. તેમજ રાજકોટ ના ઇન્ચાર્જ નિશાબેન રાણપરા અને મયુરીબેન ભાલાળા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે
(3:22 PM IST)










