તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
રાજકોટમાં નવરાત્રિનો રંગ બનશે વધુ રોયલ, ‘મોટલ ધ વિલેજ'માં ડિનર સાથે ગરબાની અનોખી જમાવટ!
નવરાત્રિ દરમિયાન પરંપરા સાથે આધુનિક માહોલનો સંગમ, પરિવાર સાથે ગરબાની મજા માણવા માટે વિશેષ આયોજન : રાજકોટ-સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ડિનર ટેબલ સાથે ગરબાનો નવો કોન્સેપ્ટ, લાઇવ મ્યુઝિક અને ખાસ કલાકારોની હાજરીથી નવરાત્રિ બનશે યાદગાર

રાજકોટ : નવરાત્રિના પર્વને લઈને રાજકોટમાં દર વર્ષે અવનવા આયોજનો થતાં હોય છે ત્યારે આ વર્ષે રાજકોટવાસીઓ માટે કંઈક નવું અને અલગ અનુભવ કરાવવા માટે ‘મોટલ ધ વિલેજ' દ્વારા વિશેષ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૦ વર્ષની સફર પૂર્ણ કરી ચૂકેલા મોટલ ધ વિલેજ દ્વારા આ વખતે નવરાત્રિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે પરંપરાગત ગરબા સાથે આધુનિક આયોજનનો અનોખો સંગમ કરવામાં આવ્યો છે.
મોટલ ધ વિલેજ દ્વારા આયોજિત આ નવરાત્રિમાં ર્ંરાજકોટ-સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રથમવાર ‘ડિનર સાથે ગરબાર્'ંનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવી રહ્યો છે. ગરબાની સાથે પરિવાર અને મિત્રો સાથે બેસીને ડિનરની મજા માણી શકાય તે માટે ખાસ સીટિંગ અને ડિનર ટેબલની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે ગરબાની સાથે સ્વાદિષ્ટ ભોજન અને મનોરંજનનો ડબલ આનંદ માણવા મળશે.
આ સમગ્ર આયોજનમાં ભવ્ય લાઇટિંગ, આકર્ષક સજાવટ, સંગીત અને લાઇવ પરફોર્મન્સ સાથે નવરાત્રિનો માહોલ ઉભો કરવામાં આવશે. જાણીતા ગાયક-કલાકારો અને પરફોર્મર્સ દ્વારા લાઇવ રજૂઆતો કરવામાં આવશે, જેના કારણે ગરબાપ્રેમીઓ માટે દરરોજની રાત વધુ રંગીન બનશે. યુવાનોની સાથે પરિવારજનો પણ આરામદાયક રીતે નવરાત્રિની મજા માણી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
મોટલ ધ વિલેજ દ્વારા નવરાત્રિમાં ખાસ પરિવારલક્ષી વાતાવરણ જાળવવા સાથે ગરબા રમવા આવનારા લોકો માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આયોજનમાં પરંપરાગત નવરાત્રિના રંગ સાથે આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને પરિવાર સાથે નવરાત્રિ માણવા માંગતા લોકો માટે આ આયોજન આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ ઉપરાંત નવરાત્રિના વિવિધ દિવસોમાં વિશેષ કાર્યક્રમો, લાઇવ મ્યુઝિક અને કલાકારોની રજૂઆતોનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ રાજકોટવાસીઓને દર વર્ષે નવીન અનુભવ આપવાના ઉદ્દેશ સાથે આ વખતે ર્ં‘ડિનર સાથે ગરબાર્'ંનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે.
મોટલ ધ વિલેજની ટીમ દ્વારા નવરાત્રિના આયોજનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ગરબાપ્રેમીઓમાં પણ આ અનોખા આયોજનને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. પરંપરાગત ગરબા, સંગીત, લાઇવ પરફોર્મન્સ અને ડિનરラચારેયનો સંગમ કરતું આ નવરાત્રિ આયોજન રાજકોટમાં આકર્ષણનું નવું કેન્દ્ર બનશે.
તસ્વીરમાં ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મોટેલ ધ વિલેજના સર્વશ્રી રચિતભાઇ શેઠ, દર્શનાબેન મોરઝરીયા, મુકુલભાઇ રાઠોડ, તરંગ જોશીપુરા અને કુનાલભાઇ ઘોડાસરા (કો. પાર્ટનર) નજરે પડે છે.
આ અંગે માહીતી માટે મો. ૯૭ર૭ર ૩૩ર૯૭/ ૯૯૦૯૯ ૮૩૩૩૩ ઉપર સંપર્ક કરી શકાય છે.
(3:32 PM IST)










