તા. ૨૮ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 24th June 2026
પીપળીયા, નોંધણચોરા તથા ગોંડલ પોલીસ સ્ટેશનમાં કલેકટરનું ચેકીંગ
દફતર તપાસણીઃ તમામ યોજનાઓ અંગે વિગતો મેળવી...

રાજકોટ, તા. ૨૪: રાજકોટ જિલ્લાના કલેક્ટર શ્રી ડો. ઓમપ્રકાશ દ્વારા વહીવટી પારદર્શિતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકામાં આવેલી સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.
કલેક્ટરે ગોંડલ તાલુકાના પીપળીયા ગામે પહોંચીને ગ્રામ પંચાયતના સામાન્ય દફતર (રેકર્ડ)ની તપાસણી હાથ ધરી હતી. ગ્રામ્યસ્તરે સરકારી યોજનાઓનું અમલીકરણ અને મહેસૂલી કામગીરી યોગ્ય રીતે થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સ્ટાફની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી હતી.
આ ઉપરાંત, કોટડાસાંગાણી તાલુકાના નોંઘણચોરા ગામની મુલાકાત લીધી હતી. ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સરકારી સેવાઓ સમયસર અને સરળતાથી મળી રહે, તે રીતે કામગીરી કરવા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સૂચનાઓ આપી હતી.
(3:01 PM IST)










