News of Monday, 5th October 2026
મહેસુલ કર્મચારીની માસ સીએલ-હડતાલ સામે કલેકટરની ચેતવણી : કર્મચારીઓની સર્વિસ બ્રેક કરાશે : ઉગ્ર દેખાવો
ખેડુતો-લોકોના કામો ખોરંભે : તમામ પ્રમાણપત્ર-દસ્તાવેજી પ્રક્રિયા અટકી ગઇ

રાજકોટ, તા., પઃ મહેસુલ કર્મચારીઓ આજે એક દિવસની માસ સીએલ ઉપર ઉતરી જતા અને બુધવારથી બેમુદતી હડતાલનું એલાન આપતા રાજયભરમાં ખેડુતો-લોકોના પ્રશ્ન ખોરંભાઇ ગયા હતા. તમામ પ્રમાણપત્ર, ૭/૧૨, ૮-અ, દસ્તાવેજી પ્રક્રિયા અટકી પડી છે.
બીજી બાજુ સરકારે કડક પગલા લેવાનું શરૂ કર્યુ છે. માસસીએલથી ચોંકી ઉઠેલી સરકારે રાજકોટ સહિત તમામ કલેકટરોને વ્યવસ્થા ગોઠવવા, મહેસુલી કર્મચારીઓ નિયમીત ફરજ ઉપર હાજર રહે તે જોવા સુચના આપી છે. રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશે પણ જીલ્લાના મહેસુલી કર્મચારી આગેવાનોને બોલાવી ચેતવણી આપી હતી. સર્વીસ બ્રેક કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ કર્મચારીઓએ માસ સીએલ ઉપર ઉતરી જઇ તડનું ફડ કરી નાંખ્યું છે. અગાઉથી રજા રીપોર્ટ આપી દેવાની જાહેરાત કરી હતી.
(10:58 AM IST)










