<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

કલેકટર એકાએક જસદણના બે ગામોમાં દોડી ગયાઃ સરપંચ સાથે બેઠકઃ તલાટી દફતરની ચકાસણી

બાળકોના શિક્ષણ તથા પૌષ્‍ટીક આહારની વિતરણ વ્‍યવસ્‍થાનું નિરિક્ષણ

રાજકોટ, તા.૯: જિલ્લાના છેવાડાના ગામડાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે અને ગ્રામીણ સ્‍તરે વહીવટી પ્રક્રિયા વધુ પારદર્શક બને તેવા હેતુ સાથે જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તાર સતત મુલાકાત લેવાઈ રહી છે. આમ તેઓ જિલ્લાના અંતરિયાળ વિસ્‍તારમાં આવેલા પોલારપર અને રણજિતગઢ ગામની ઓચિંતી મુલાકાત લઈને સ્‍થાનિક વિકાસ કામોની સમીક્ષા કરી હતી. કલેકટર ડો.ઓમપ્રકાશ સૌપ્રથમ પોલારપર ગામ ખાતે પહોંચ્‍યા હતા. ત્‍યાં તેમણે ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્‍દ્રની મુલાકાત લઈ બાળકોના શિક્ષણનું સ્‍તર અને પૌષ્ટિક આહારના વિતરણની વ્‍યવસ્‍થા ચકાસી હતી. ગ્રામજનો દ્વારા ઉનાળા દરમિયાન કે સામાન્‍ય દિવસોમાં પડતી પાણીની તકલીફ અંગે રજૂઆત કરવામાં આવતા કલેકટરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદે યોગ્‍ય પગલાં લેવા આદેશ આપ્‍યા હતા, તલાટીના દફતરની ચકાસણી કરી, પોલારપરને જોડતા મુખ્‍ય માર્ગો અને આંતરિક રસ્‍તાઓના રીપેરિંગ કામને વહેલી તકે મંજૂરી આપવાની ખાતરી તેમણે આપી હતી. 

 

(3:48 PM IST)