<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

લોકમેળાની પૂર્વસંધ્‍યાએ કલેક્‍ટર ડો.ઓમપ્રકાશનું સ્‍થળ નિરીક્ષણ

રાજકોટઃ રાજકોટ જિલ્લા કલેક્‍ટર શ્રી ડો.ઓમપ્રકાશે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ‘વિરાસતથી વિકાસ-૨૦૨૬' લોકમેળાના આરંભની પૂર્વ સંધ્‍યાએ સ્‍થળની મુલાકાત લઈ તમામ તૈયારીઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે મુખ્‍ય કાર્યક્રમ સ્‍થળ, સ્‍વદેશી હાટ, શ્રાવણોત્‍સવ, સાંસ્‍કળતિક કાર્યક્રમોના સ્‍થળ સહિત તમામ જગ્‍યાઓ ખાતે વિવિધ વ્‍યવસ્‍થાઓની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન કલેક્‍ટરે મુખ્‍ય કાર્યક્રમ માટે સ્‍ટેજ અને બેઠક વ્‍યવસ્‍થા તથા મુલાકાતીઓની સુરક્ષા, સ્‍વચ્‍છતા અને ટ્રાફિક નિયમન અંગે અધિકારીઓને દિશાનિર્દેશો આપ્‍યા હતા. નાગરિકો માટે લોકમેળો સુરક્ષિત અને આનંદદાયક બની રહે તે માટે તમામ સુવિધાઓ સુચારૂ રીતે પૂરી પાડવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્‍યું હતું. આ પ્રસંગે આસિ. કલેક્‍ટર શ્રી ટીના કલ્‍યાણ અતુલ સિંઘ,  ડીસીપી ઝોન-૨ શ્રી રાકેશ દેસાઈ, નિવાસી અધિક કલેક્‍ટર  જે. એચ. બારોટ, જિલ્લા પૂરવઠા અધિકારી  અજય ઝાપડા સહિતના  ઉપસ્‍થિત રહ્યા હતા. (

(2:40 PM IST)