<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

સંપૂર્ણ પારીવારીક માહોલમાં જમાવટ લેતો કલબ યુવીનો રાસોત્‍સવઃ ધમાકેદાર પ્રારંભ

ક્‍લબ યુવીમાં પ્રથમ નોરતે રંગબેરંગી ડ્રેસમાં મન મુકીને ઝુમતા ખૈલૈયાઓ : ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી ના હસ્‍તે નવરાત્રી મહોત્‍સવનો પ્રારંભઃ ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી અને મહિલા સંગઠન સમિતિના સંયુકત ઉપક્રમે વેલકમ નવરાત્રી યોજાઇ

રાજકોટઃ શકિત ભકિત અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્‍સવને વધાવવા ઉમિયાધામ સિદસર પ્રેરીત સાંસ્‍કૃતીક કલબ યુવી દ્રારા નોખું અનોખું અને સવિશેષ આયોજન ને ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી દ્રારા પ્રારંભ કરાયો હતો. શહેરમાં ન્‍યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્‍પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્‍લોટની સામે સમગ્ર નવરાત્રી મહોત્‍સવ નો ધમાકેદાર પ્રારંભ થયો હતો. પ્રથમ નોરતે રંગબેરંગી કપડામાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્‍યા હતા.

મા ઉમિયાની ભકિતના પાવન પ્રસંગે કલબ યુવી નવરાત્રી મહોત્‍સવની પૂર્વ સંભ્‍યાએ વેલકમ નવરાત્રીમાં સાથ-સહકારની અભિવ્‍યકિત રૂપે કલબ યુવીના ગ્રાઉન્‍ડમાં મહિલા સંગઠન સમિતિના હજારો પાટીદાર બહેનો લાલ કલરના ટ્રેડીશ્નલ પોષાકમાં સજજ થઇ મા ઉમિયાનો ઉત્‍સવ સમા વેલકમ નવરાત્રી માં રાસોત્‍સવ થકી મા ની આરાધના કરી હતી. ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, શિવાલાલભાઈ આદ્રોજા, દિનેશભાઈ અમુતિયા, મનસુખભાઈ પાણ, દિપકભાઈ ગોવાણી, સ્‍મિતભાઈ કનેરીયા, મહિલા સંગઠન સમિતિના સરોજબેન મારડીયા, જયોતિબેન ટીલવા, સોનલબેન ઉકાણી, ઉપસ્‍થિત રહયા હતા. કલબ યુવીની પરંપરા મુજબ હર વર્ષે રાસોત્‍સવના મેદાનમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાનું ભવ્‍ય મંદિર બનાવાય છે. જેમાં દરરોજ આરતી પૂજન-અર્ચન બાદ જ રાસોત્‍સવનો કરાય છે. કલબ યુવી ના વિશાળ પટ્ટાંગણમાં આ વર્ષે દક્ષિણ ભારતીય મંદિર સ્‍થાપત્‍ય શૈલીમાં ૪૦ ફુટ ઉચુ જગત જનની મા ઉમિયાનું ભવ્‍યાતિભવ્‍ય મંદિર બનાવાયું છે. કલબ યુવીના પ્રથમ નોરતે કલબ યુવી રાસોત્‍સવનો ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીના હસ્‍તે ધમાકેદાર પ્રારંભ કર્યો હતો. કલબ યુવીના પ્રથમ નોરતે ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ધોરાજી-ઉપલેટાના ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઈ પાડલીયા, પરસોતમભાઈ ફળદુ, એન. જે. પ્રેન્‍ટર્સના નીલેશભાઈ પટેલ, માણેક જવેલર્સના સંજયભાઈ રાણીગા, ઉમિયાધામ સંગઠન સમિતિના દિનેશભાઈ ચાપાણી, યુવા સંગઠન સમિતિના સંદીપભાઈ કાલરીયા, મહિલા સંગઠન સમિતિના ડો. નીતાબેન પટેલ, લેડીઝીલના પ્રવીણભાઈ કાલાવડીયા, ઉદ્યોગપતિઓ એન્‍જલ ગ્રુપના શિવલાલભાઈ આદ્રોજા, અશ્વિનભાઈ આદ્રોજા, સનફોર્જના નાથાભાઇ કાલરીયા, અલ્‍પેશભાઈ પાણ, સંજયભાઈ પાણ સહીતના ઉપસ્‍થિત રહી માતાજીની આરતીનો લ્‍હાવો લીધો હતો.

 કલબ યુવીના નવરાત્રી મહોત્‍સવમાં પ્રથમ નોરતે નવરાત્રીના પ્રારંભે ટ્રેડીશ્નલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓ મન મુકીને ઝુમ્‍યા હતા. કલબ યુવીમાં દરરોજ કેટેગરી વાઇસ વિજેતા ખેલૈયાઓને ઇનામ આપવામાં આવે છે. જેમાં ક્‍લબ યુવી માં પ્રથમ નોરતે ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પિન્‍સેસ પ્રિશા કડીવાર, ઋષિકા પનારા, ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સ વાછાણી સોમ્‍ય, ક્રિષ્‍ણન છત્રાલા, ચિલ્‍ડ્રન પ્રિન્‍સેસ ભકિત વાછાણી, મિશા હરણીયા, ચિલ્‍ડ્રન પ્રિન્‍સ અક્ષર વાછાણી, નિહાર બેરા, એડલ્‍ટ વેલ ડ્રેસ પ્રિન્‍સેસ શ્રેયા જસાણી, ચાર્મી અરણીયા, ધારા ચાંગેલા, વેલ ડ્રેસ પ્રિન્‍સ ઘેટીયા પાર્થ, પર્વ ચનીયારા, જેનીલ વાછાણી, પ્રિન્‍સેસ તરીકે મકવાણા હેની, દર્શના જેસડીયા, સીતાપરા હીર, પ્રિન્‍સ યશ કાલાવડીયા, બ્રિજેશ ધુલેશીયા, દલસાણીયા કિતન વિજેતા બન્‍યા હતા. કલબ યુવીના પ્રથમ નોરતે વિજેતા ખેલૈયાઓને કલબ યુવીના કો. ડાયરેકટર કાંતીભાઈ ઘેટીયા તથા મધુબેન, સુરેશભાઈ ઓગણજા તથા વૈશાલીબેન, ઉદ્યોગપતિ આશીષભાઈ ફળદુ તથા પ્રતીક્ષાબેન, માઈકા હાઉસના સંજયભાઈ માકડીયા તથા જલ્‍પાબેન, જી.વી. સુતરીયા કન્‍ટ્રકશનના મહેશભાઈ સુતરીયા તથા ડીમ્‍પલબેન, એકઝીમ ગ્રુપના આશ્વનભાઈ ભાલોડીયા તથા સેજલબેન, ચંદ્રેશભાઈ ઉધરેજા તથા કંચનબેન, પરેશભાઈ માકડીયા તથા ગીતાબેન, સુરતના શીરીષભાઈ બેરા, વસંતભાઈ બેરા, એ ઇનામ આપી પ્રોત્‍સાહીત કર્યા હતા.

 કલબ યુવી ના નવરાત્રી મહોત્‍સવમાં જજ તરીકે ડો. મીનાક્ષીબેન પટેલ, મીતલ વોરા, નેહલભાઈ શાહ, ભાવેશ જેઠવા, નીધી ભટ્ટ, ભાર્ગવ પંડયા, ગીતાબેન ઠકરાર, પલ્‍લવી બેન વ્‍યાસ, નીશા દવે, ક્રિષ્‍ના જોબનપુત્રાએ સેવાઓ આપી હતી. ૧૭ વર્ષ પૂર્વે કલબ યુવીની શરૂઆત કરવામાં આવી હતી પાટીદાર સમાજના વડીલોની ઉપસ્‍થિતીમાં સમાજના દિકરા-દિકરીઓ નવરાત્રીનો આનંદ માણે અને સાથે સાથે જગત જનની ની આરાધના કરે કલબ યુવી નું આ કદમ અનેક આયોજકો માટે પ્રેરણારૂપ બન્‍યું છે. કલબ યુવી એ પરિવારના તમામ સભ્‍યો સાથે માણી શકાય તેવા પારીવારિક માહોલમાં, નવી પરંપરાઓ, ભકિત સાથે સંસ્‍કૃતિનું માધ્‍યમ બન્‍યુ છે. રંગીલા રાજકોટની ઉત્‍સવપ્રિય જનતા અને યુવાધનમાં નવલી નવરાત્રી ને વધાવવા રાત પડેને કલબ યુવીમાં ગરબે ઘુમવાનો અનેરો ઉત્‍સાહ અને આનંદ જોવા મળ્‍યો હતો. કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગાણજા, સંદીપભાઈ માકડીયા, મુન્નાભાઈ ઘેટીયા, ડો. કલ્‍પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢ ાણીયા ના માર્ગદર્શન હેઠળ ૧૦૮ ની ટીમ કાર્યરત હોવાનું અંતમાં જણાવાયું છે

(3:28 PM IST)