તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
રાજકોટમાં સવારના ઝરમર બાદ બપોરથી વાદળછાયું વાતાવરણ
સવારથી વરસાદી માહોલ, હળવા ઝાપટા બાદ આકાશ વાદળોથી ઘેરાયું

રાજકોટ, તા. ૧૮ : શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઝરમર વરસાદ અને હળવા ઝાપટાનો દોર શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સવાર બાદ વરસાદનું જોર ઘટયું હતું, પરંતુ બપોર સુધી આકાશ વાદળછાયું રહ્યું હતું.
વરસાદી માહોલના કારણે દિવસ દરમિયાન પણ સૂર્યનારાયણના દર્શન દુર્લભ રહ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ભેજવાળું અને ઠંડકભર્યું વાતાવરણ અનુભવાયું હતું.
બપોર પછી પણ વાદળો છવાયેલા રહેતા ફરી હળવા વરસાદી ઝાપટા પડે તેવી શકયતાને પગલે લોકોમાં પણ વરસાદને લઈને ઉત્સુકતા જોવા મળી હતી.
(3:41 PM IST)










