તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ કાલે રાજકોટના તમામ ૧૮ વોર્ડમાં સફાઈ ઝુંબેશ
મનપા દ્વારા વોર્ડવાઇઝ સ્થળ-સમય નક્કીઃ નાગરિકોને જોડાઈ 'સ્વચ્છ રાજકોટ, હરિયાળું રાજકોટ'નો સંકલ્પ સાકાર કરવા અપીલ

રાજકોટ, તા.૧૭ : રાજ્ય સરકાર દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓકટોબર સુધી ઉજવવામાં આવી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આવતીકાલે તા. ૧૮ સપ્ટેમ્બર, શુક્રવારે શહેરના તમામ ૧૮ વોર્ડમાં વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને સહભાગિતાની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી આ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે મેયર ડો. નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડો. હિરેન ખીમાણિયા, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા તથા સેનિટેશન સમિતિના ચેરમેન કિર્તીબા રાણા દ્વારા સંયુકત યાદીમાં નાગરિકોને ઝુંબેશમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
વોર્ડ નં.૧માં શાંતિનગર ગેટ પાસે જાકીર હુસેન સ્કૂલની બાજુના પ્લોટમાં સવારે ૮ વાગ્યે, વોર્ડ નં.૨માં ગોકુળિયા પરા ફાટક પાસે સવારે ૧૦ વાગ્યે, વોર્ડ નં.૩માં સિંધી કોલોનીના જુલેલા મંદિર ખાતે સવારે ૮:૩૦ વાગ્યે અને વોર્ડ નં.૪માં ૮૦ ફૂટ રોડ પર ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ સામે સવારે ૮:૩૦ વાગ્યે સફાઈ ઝુંબેશ શરૂ થશે. વોર્ડ નં.૫માં પારૂલ ગાર્ડન સામેના હોકર્સ ઝોનમાં સવારે ૧૦ વાગ્યે, વોર્ડ નં.૬માં પાણીના ટાંકા તથા શાળા નં.૭૮ પાસે સવારે ૮ વાગ્યે, વોર્ડ નં.૭માં મનહર પ્લોટ-૯ તથા આસપાસના વિસ્તારમાં સવારે ૮ વાગ્યે, વોર્ડ નં.૮માં દેવનગર ખાતે નાનામવા સ્કૂલ નં.૮૧ પાસે સવારે ૯ વાગ્યે અને વોર્ડ નં.૯માં સાવન સિમ્ફોની પાછળ પુલ પાસે સવારે ૮:૩૦ વાગ્યે સફાઈ હાથ ધરાશે. વોર્ડ નં.૧૦માં સત્યસાઈ રોડ પર RMC બગીચા પાસે સવારે ૮:૩૦ વાગ્યે, વોર્ડ નં.૧૧માં સ્પીડવેલ ચોક ખાતે ગણપતિ પંડાલ પાસે સવારે ૯ વાગ્યે, વોર્ડ નં.૧૨માં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાસે સરસ્વતી મેઇન રોડ પર સવારે ૯ વાગ્યે અને વોર્ડ નં.૧૩માં પી.ડી. માલવિયા રોડના ગરબી ચોક ખાતે સવારે ૮ વાગ્યે ઝુંબેશ યોજાશે. આ ઉપરાંત વોર્ડ નં.૧૪માં સોરઠિયાવાડી સર્કલ ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે સવારે ૧૦ વાગ્યે, વોર્ડ નં.૧૫માં અમૂલ સર્કલથી ચુનારાવાડ સર્કલ તરફ સવારે ૭ વાગ્યે, વોર્ડ નં.૧૬માં ક્રિષ્ના ચોકથી ગોવિંદનગર મેઇન રોડ પર સવારે ૮:૩૦ વાગ્યે, વોર્ડ નં.૧૭માં કોઠારિયા રોડ પર મહાકાળી મંદિર ખાતે સવારે ૭ વાગ્યે તથા વોર્ડ નં.૧૮માં સ્વાતી હાઇટ્સથી હાઇવે સુધીના વિસ્તારમાં સવારે ૯ વાગ્યે સફાઈ ઝુંબેશ યોજાશે.
(3:36 PM IST)










