<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

નરેન્‍દ્રભાઇના જન્‍મદિનને વધાવવા હરીપર પાળમાં સ્‍વચ્‍છતા અભિયાન

રાજકોટ : ભારતના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના જાહેર જીવનમાં ૨૫ વર્ષની નિષ્‍ઠાપૂર્વકની રાષ્‍ટ્રસેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર જીલ્લામાં તા.૧૭ થી ૧૭ ઓક્‍ટોબર સુધી સેવા સંકલ્‍પ અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમના જન્‍મદિવસે સમગ્ર દેશ દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે અને મોદીજી સાથે દેશને આગળ વધારવાનો સંકલ્‍પ કરે છે. જે અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજ રાઠોડ દ્વારા મોદીજીના જન્‍મદિવસ નિમિત્તે લોધિકા તાલુકાના હરીપર (પાળ) ગામે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. આ સ્‍વચ્‍છતા અભિયાન દરમ્‍યાન બી. ડી. જાડેજા (તલાટી મંત્રી), ભીખુભાઈ ડાંગર (ઉપસરપંચ), લાખાભાઈ રાઠોડ-ગ્રામ પંચાયતસભ્‍ય, સુખાભાઈ રાઠોડ-સભ્‍ય ગ્રામ પંચાયત, હકાભાઈ છાસીયા-સભ્‍ય ગ્રામ પંચાયત, ડો. કળપાબેન-આરોગ્‍ય કેન્‍દ્ર-હરીપર(પાળ), ચંદ્રિકાબેન-જરૂ, વિનોદભાઈ મહીડા-મહામંત્રી તાલુકા અ.જા.મોરચા, અનિલભાઈ-ઉપપ્રમુખ તાલુકા કિસાન મોરચા વિગેરે ઉપસ્‍થિતિ રહ્યા હતા.

(2:40 PM IST)