<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

સરધાર નજીક ગઢકાનાં મંદિરમાં ગાદી માટે માથાકૂટ: બે સાધુઓના અનુયાયીઓ વચ્ચે બટાઝટી

આજીડેમ પોલીસ મથકમાં બે સાધુ સહિત ૫૦ના ટોળા સામે સુલેહશાંતીનો ભંગ કરવાનો ગુનો દાખલ

રાજકોટ: સરધાર નજીક ગઢકા ગામમાં આવેલા પ્રભુના પગલા ઠાકર મંદિરમાં ગાદી માટે મંદિરના સાધુ રામદાસ ગુરૂ રામચરણદાસ અને હનુમાનદાસ ગુરૂ દ્વારકાદાસ (રહે. જૂના રાજપીપળા ગામ રામજી મંદિર) બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બનતા બંનેના અનુયાયીઓ સામસામે આવી જતાં ઝઘડો થતાં આજી ડેમ પોલીસ કાફલો દોડી ગયો હતો.

આ અંગેની ફરિયાદમાં હેડ કોન્સ્ટેબલ હાર્દિકભાઈએ જણાવ્યું છે કે, આજે તે પીસીઆર વાનમાં ઈન્ચાર્જ તરીકે ફરજ ણી ઉપર હતા. ત્યારે પોલીસ કંટ્રોલ દ્વારા કોલ મળતા ગઢકા ગામમાં આવેલા પ્રભુના યા પગલાની જગ્યા નામના મંદિરે પહોંચતા ત્યાં બે સાધુ તથા બંનેના ગામમાં રહેતા ૪૦ થી ૫૦ અનુયાયીઓ સામસામે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. મામલો ઉગ્ર બનતા પોલીસ કંટ્રોલમાં| જાણ કરતા આજી ડેમ પોલીસ સ્ટાફ તેમજ બે પીસીઆર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને બંને પક્ષના લોકોને વિખેર્યા હતા. પોલીસે તપાસ કરતા બંને સાધુ મંદિરની ગાદી માટે ઝઘડો કરતા હતા અને એકત્રીત થયેલા માણસો પણ બંને સાધુઓન સાથ આપી ઝઘડો કરતા હોવાનું બહાર આવ્યું હતું.

જાહેરમાં સૂલેહ શાંતિનો ભંગ કરવા અંગે । ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે બંને સાધુ અને તેમના અનુયાયીઓ સહિત ૫૦ લોકો સામે સુલેહશાંતી ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

(10:00 AM IST)